Gujarat Rain: રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર, ખાડા રાજથી લોકો હેરાન પરેશાન
- વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓ પર પડ્યા ખાડા
- વિહાત સિનેમાથી ગાજરાવડી તરફ જવાનો રસ્તો બિસ્માર
- ભાવનગરમાં વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ
Gujarat Rain: રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર થયા છે. જેમાં વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા પડ્યા છે. તેમજ વિહાત સિનેમાથી ગાજરાવડી તરફ જવાનો રસ્તો બિસ્માર થયો છે. ભાવનગરમાં વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયુ છે. તેમાં ગારીયાધારથી પાલીતાણીને જોડતો માર્ગ બિસ્માર થયો છે. તથા અમદાવાદમાં રિંગરોડ પર આવેલ વિંઝોલ રેલવે ઓવરબ્રિજ બિસ્માર થયો છે.
ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા પડવાના કારણે લોકો હેરાન પરેશાન
ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા પડવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. તથા કચ્છમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ રસ્તા બિસ્માર થયા છે. જેમાં ભુજના નખત્રાણા રાજ્ય ધોરી માર્ગની ખસ્તા હાલત થઇ છે. ત્યારે રાજકોટમાં રોડ રસ્તા બિસ્માર થતા લોકોને હાલાકી પડી રહી છે. વઢવાણ શહેરમાં બિસ્માર રસ્તાઓની સ્થિતિએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ભાવનગરથી ધોળીપોળ વિસ્તારમાં આવેલા એક વ્યક્તિનું રસ્તા પરના ખાડામાં પડવાથી મૃત્યુ થયું છે.
સુરતમાં ખાડીપુર બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન પરેશાન
સુરતમાં ખાડીપુર બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન પરેશાન બન્યા. શહેરમાં વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા છે. જેમાં લીંબાયત અને ઉધના ઝોનના રસ્તા નરકાગારમાં ફેરવાયા અને ઠેરઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. ખાડી આસપાસના વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. સારોલી મેઇન રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ વરાછા સરથાણામાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહનચાલકો માટે આ ખાડા મુશ્કેલી બન્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી.
આ પણ વાંચો: Rajkot Atul Bakery: નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું


