Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, જાણો ક્યા થઇ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Gujarat Rain: રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે....
gujarat rain  વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા  જાણો ક્યા થઇ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
Advertisement
  • Gujarat Rain: રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે
  • અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા
  • આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા

અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. શહેરમાં વિવિધ જાહેર ગરબા આયોજનના સ્થળો પર પાણી ભરાયા છે. ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગરબા આયોજકો માટે મોટી મૂંઝવણ છે. હેલ્મેટ સર્કલ નજીક ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે. આજના દિવસે વરસાદી પાણી ન કાઢી શકાય તો ગરબા રદ થઈ શકે છે. ત્યારે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ યથાવત છે. રોહિયાળ બ્રિજ બીજા દિવસે પણ ડૂબેલો જોવા મળ્યો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા અવરજવર માટે બંધ છે. ભારે વરસાદને કારણે જિલ્લાના કુલ 85 માર્ગ બંધ છે. લોકો બ્રિજના છેડે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

Advertisement

અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો

અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે. ભારે વરસાદથી ખોડીયાર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ધારી ગીરના અને જંગલ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ખોડિયાર ડેમના 3 દરવાજા દોઢ-દોઢ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 3390 ક્યુસેક પાણીની આવક, 3390 ક્યુસેક પાણીની જાવક છે. તેથી નિચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાયત છે.

ગીર સોમનાથના તાલાલાના આંબળાસ ગામમાં વરસાદી આફત

ગીર સોમનાથના તાલાલાના આંબળાસ ગામમાં વરસાદી આફત જોવા મળી છે. ભારે વરસાદથી ગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી નદીમાં ઘોડાપૂર છે. તેમજ સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપૂર આવ્યું છે. સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જલમગ્ન થયુ છે.

આ પણ વાંચો: Gujarat Rain: 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની મેઘની આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ

Tags :
Advertisement

.

×