Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો વિવિધ ડેમની શું છે સ્થિતિ
- Gujarat Rain: હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી
- વલસાડના કપરાડામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ
- અરવલ્લીના મોડાસામાં માઝુમ ડેમના 9 ગેટ ખોલાયા
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ છે. તથા સાબરકાંઠાના પોશીનામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. પાટણના રાધનપુરમાં 5 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થયુ છે. ઉમરગામ અને ભુજમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ છે. તથા લાખણી, તાલોદ, પાલનપુર અને સાણંદમાં 4 ઇંચ વરસાદ છે. કડી, બોટાદ, સંતરામપુર અને દાંતામાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે.
હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર છે. જેમાં ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી છે. ડેમના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ છે. તથા નર્મદા નદીમાં 1,67,274 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના 15 માંથી 5 ગેટ બંધ કરવામાં આવ્યા છે.
આગામી 72 કલાક અતિભારે, ઉત્તર, મધ્યમાં વરસાદ તૂટી પડશે ! | Gujarat First#Gujarat #RainForecast #RainAlert #Windy #Monsoon2025 #GujaratFirst pic.twitter.com/hoeJinatoL
— Gujarat First (@GujaratFirst) September 7, 2025
હાલ નર્મદા ડેમના 10 દરવાજા 1.45 મીટર ખુલ્લા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 2.68 મીટર બાકી છે. તથા નર્મદા ડેમ 92 ટકા ભરાયો છે. તેમજ રાજકોટમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તથા આજી ડેમ ઓવરફ્લો થવામાં 0.40 ફૂટ બાકી છે. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સિઝનનો કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે.
Gujarat Rain: અરવલ્લીના મોડાસામાં માઝુમ ડેમના 9 ગેટ ખોલાયા
અરવલ્લીના મોડાસામાં માઝુમ ડેમના 9 ગેટ ખોલાયા છે. તથા રાત્રે 10 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. માઝુમ ડેમના રાત્રિના આકાશી દૃશ્યોનો મનમોહક નજારો સામે આવ્યો છે. તેમજ અરવલ્લી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ થયો છે. પાણીની આવક વધતાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે. વાત્રક ડેમમાં 12 હજાર ક્યુસેકની આવક, 17 હજાર ક્યુસેક જાવક છે. માઝુમ ડેમમાં 4400 ક્યુસેક પાણીની આવક સામે 4400 જાવક છે. મેશ્વો ડેમમાં 3895 ક્યુસેક આવક સામે 3895 જાવક છે.
Banaskantha ના અમીરગઢમાં યુવક ફસાતાં રેસ્ક્યૂ કર્યુ
બનાસ નદીના પાણી આવવાથી યુવક ફસાયો હતો
18 કલાક બાદ યુવકને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો
ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ હતી ઘટનાસ્થળે
NDRFની ટીમ દ્વારા મહામુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો
ઉપરવાસમાં વરસાદના કારણે રાજસ્થાનનો ડેમ… pic.twitter.com/ty1iUgphju— Gujarat First (@GujaratFirst) September 7, 2025
તંત્ર દ્વારા લોકોને નદીના કાંઠેથી દૂર રહેવા અપીલ કરાઈ
બનાસકાંઠાના અમીરગઢમાં યુવક ફસાતાં રેસ્ક્યૂ કરાયો છે. જેમાં બનાસ નદીના પાણી આવવાથી યુવક ફસાયો હતો. 18 કલાક બાદ યુવકને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો છે. તથા ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ ઘટના સ્થળે છે. તેમાં NDRFની ટીમ દ્વારા મહામુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો છે. જેમાં ઉપરવાસમાં વરસાદના કારણે રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદથી નદી-નાળા સહિત અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને નદીના કાંઠેથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક મેધમહેર, જાણો ક્યા પડ્યો 10 ઇંચ વરસાદ


