Gujarat Rain: ધોધમાર વરસાદે ગુજરાતના 8 જિલ્લામાં તબાહી મચાવી
- Gujarat Rain: સાબરકાંઠા-બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ
- મહેસાણામાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
- રાજકોટ, ગાંધીનગરમાં રસ્તાઓ પર પાણી પાણી
Gujarat Rain: ધોધમાર વરસાદે ગુજરાતના 8 જિલ્લામાં તબાહી મચાવી છે. જેમાં સાબરકાંઠા-બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ તથા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે થઇ છે. ત્યારે ખેડબ્રહ્મા, મહેસાણામાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. તથા રાજકોટ,ગાંધીનગરમાં રસ્તાઓ પર પાણી પાણી થયુ છે.
વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે
ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ખેડબ્રહ્મા અને મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
Gujarat Rains: ગુજરાત રાજ્યમાં ભયંકર જળબંબાકાર! | Gujarat First
Sabarkantha જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદને લઇ નદીઓ બે કાંઠે વહી
Khedbrahma ના લાંબડીયા નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે
Sabarmati Riverમાં પાણીનો ભારે પ્રવાહ વહ્યો.
Mehsana જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી… pic.twitter.com/jqvF4A3eHR— Gujarat First (@GujaratFirst) September 7, 2025
Gujarat Rain: સરકારે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી
ખાસ કરીને બનાસકાંઠા અને તાપીમાં. સરકારે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. નદીઓમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે. પરિસ્થિતિને લઇ ખેડાના ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયુ છે. રસિકપુરા અને પથાપુરા ગામના લોકોને સ્થળાંતર કરાયા છે. જેમાં 2 ગામના 71 લોકોને હરિયાળા ગુરુકુળમાં સ્થળાંતર કરાયા છે. લોકો માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. હજુ સ્થિતિ બગડે તો પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે.
ભૂસ્ખલનના કારણે રોડ પર ઠેર ઠેર તિરાડો પડતા રોડ બંધ
મોડાસાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થયુ છે. આજુબાજુ આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે પવન સાથે વરસાદના પગલે તળાવો ઉભરાયા છે. જેમાં 35 વીઘા ખેતરનો મગફળી, સોયાબીનનો પાક પાણીમાં ગયો છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન થયુ છે. તેમજ મહીસાગરના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલન થયુ છે. ભારે વરસાદને લઇ મહીસાગરના સંતરામપુરમાં ભૂસ્ખલન થયુ છે. ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા ડુંગર નીચે ધસી આવ્યો છે. માર્ગ પર પત્થર સહિતનો કાટમાળ ધસી આવતા કાર દબાઇ છે. માનગઢ અને ભમરી કુંડા પાસે આવેલા ડુંગરો નજીક આ ઘટના બની છે. ત્યારે ભૂસ્ખલનના કારણે રોડ પર ઠેર ઠેર તિરાડો પડતા રોડ બંધ કરાયો છે.
આ પણ વાંચો: Gujarat Rain: વરસાદી સિસ્ટમ સર્જાતા એલર્ટ, આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી


