Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : ગુજરાતની જીવાદોરી સમાન વિવિધ ડેમમાં ભારે વરસાદની પાણીની આવક

મહીસાગરનો કડાણા ડેમની આવકમાં વધારો થયો છે. રાજ્યના ત્રીજા નંબરનો કડાણા ડેમની આવકમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
gujarat rain   ગુજરાતની જીવાદોરી સમાન વિવિધ ડેમમાં ભારે વરસાદની પાણીની આવક
Advertisement
  • ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની આવક થઇ
  • ઉપરવાસમાં વરસાદને લઈ ડેમમાં પાણીની આવક વધી છે
  • મહીસાગરનો કડાણા ડેમની આવકમાં વધારો થયો

Gujarat Rain : ગુજરાતની જીવાદોરી સમાન વિવિધ ડેમમાં ભારે વરસાદની પાણીની આવક થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં વરસાદને લઈ ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં ધરોઈ ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 605.24 ફૂટ પહોંચી છે. તેમાં ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. તેમાં ધરોઈ ડેમમાં હાલ 46.06 ટકા પાણીનો જથ્થો છે.

મહીસાગરનો કડાણા ડેમની આવકમાં વધારો થયો

મહીસાગરનો કડાણા ડેમની આવકમાં વધારો થયો છે. રાજ્યના ત્રીજા નંબરનો કડાણા ડેમની આવકમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં 19,443 ક્યુસેક પાણીની આવક થઈ જેમાં કડાણા ડેમની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો નોંધાયો છે. જેમાં કડાણા ડેમની હાલની સપાટી 384.10 ફૂટ છે. તથા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ડેમમાં 11,688 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 315.82 ફૂટ છે તથા ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. જેમાં ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક થઈ છે.

Advertisement

વરસાદ બાદ વલસાડ જિલ્લાનો હાઈવે બિસ્માર બન્યો

વરસાદ બાદ વલસાડ જિલ્લાનો હાઈવે બિસ્માર બન્યો છે. સ્થાનિકોએ સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરી છે. રજૂઆતને લઈ સાંસદે ખરાબ રોડ રસ્તાની મુલાકાત લીધી છે. નેશનલ હાઇવે 56, નેશનલ હાઇવે 48 બિસ્માર હાલતમાં છે. તાત્કાલીક બિસ્માર માર્ગનું કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે. તથા સાંસદે હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરોને પણ ખખડાવ્યા છે. હાઈવે પરના ખાડાઓ પૂરી દેવા સૂચનાઓ આપી છે. ધારાસભ્યએ રાતોરાત હાઈવેની વીઝિટ લઈ કામગીરી શરૂ કરાવી છે.

Advertisement

આ પણ વાંચો: Rain in Gujarat: સુરતમાં ફરી વરસાદનું રેડ એલર્ટ, પોલીસ કમિશનર કચેરીમાં કન્ટ્રોલરૂમ શરૂ કરાયો

Tags :
Advertisement

.

×