Junagadh : 'દેવું માફ નહિ થાય તો કોઈપણ રાજકીય પક્ષને ગામમાં ઘૂસવા દઈશું નહિ' - ખેડૂત
- રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસીક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું
- સરકારના પેકેજનો વિરોધ શરૂ થઇ ગયો છે
- જૂનાગઢમાં ખેડૂતો દેવામાફીની માંગ સાથે આકરા પાણીએ થયા
Junagadh : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની (CM Bhupendra Bhai Patel) સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, હવે રાહત પેકેજનો વિરોધ સામે આવી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધનો સૂર ઉચ્ચાર્યા બાદ, જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ખેડૂતોએ માંગણી ઉચ્ચારતા કહ્યું કે, દેવું માફ નહિ થાય તો કોઈપણ રાજકીય પક્ષને ગામમાં ઘૂસવા દઈશું નહિ.
View this post on Instagram
મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકશાન
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામને ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે (Junagadh Farmer Ask Loan Waiver), આજથી હું વચન લઉં છું કે, વર્ષ 2027 માં અને તે પહેલા જે કોઇ ચૂંટણીઓ આવતી હશે, તેમાં અમારા ગામમાં રાજકીય પક્ષોને ઘૂસવા દઇશું નહીં. અમને યુદ્ધના ધોરણે સરકાર અમારૂ દેવું માફ કરે. મીડિયા અમારી નુકશાની, અમારી હાલની સ્થિતી સરકારને બતાવો. નોંધનીય છે કે, આ વિસ્તારમાં ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. હવે દેવા માફીને લઇને ખેડૂતો આકરા પાણીએ થયા છે. અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર અને રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોના હિતમાં દેવા માફીની માંગણી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં રાહત પેકેજને ઐતિસાહીક ગણાવવામાં આવી રહ્યું છે. જો કે, આ પેકેજને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાદ હવે ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કર્તા તમામનું કહેવું છે કે, આ પેકેજ યોગ્ય નથી. મોટા ભાગના લોકો ખેડૂતોના હિતમાં દેવા માફીની માંગણી કરી રહ્યા છે. હવે આ મામલાનો વિરોધ આગળ જતા શાંત થાય છે, કે ઉગ્ર બને છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- 'રાહત પેકેજને લઈને સરકારે ખેડૂતો સાથે મજાક કરી' - લલિત વસોયા


