Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો

Gujarat: બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાશે
gujarat  રેવન્યુ તલાટી વર્ગ 3ની પરીક્ષા  2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો
Advertisement
  • Gujarat: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન
  • 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
  • રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે

Gujarat: રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા યોજાશે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન છે. તેમાં 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે. 4.25 લાખ ઉમેદવારોએ ભરતીના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમજ 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કર્યા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાશે.

રાજ્યભરમાં લાંબા સમય બાદ મોટા પાયે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે

આજે રવિવારે રાજ્યભરમાં લાંબા સમય બાદ મોટા પાયે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મહેસુલી તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસુલી તલાટી વર્ગ 3 ની કુલ 2384 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી કુલ 4.25 લાખ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જે પૈકી 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં 1384 પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષા લેવાશે. બપોરે બે કલાકે શરૂ થનાર પરીક્ષા માટે 12:00 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ દંડ

અમદાવાદ શહેરમાં 199 પરીક્ષા કેન્દ્ર પર 60 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યભરમાં મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષામાં સુરતમાં 143 કેન્દ્રો પર 42 હજાર 585 ઉમેદવારો પરીક્ષા આપશે. આજે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. જેમા પરીક્ષા માટે ઉમેદવારોએ બપોરે 12 વાગ્યે પહોંચવું અનિવાર્ય છે. જેમાં કોલ લેટર, બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ ઉમદવારોને પ્રવેશ અપાશે. બપોરે 2 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પ્રવેશ અપાશે નહીં. ગાંધીનગરથી પરીક્ષાનું સતત લાઈવ CCTV મોનિટરિંગ થશે. તથા જિલ્લા શિક્ષણાધિકારીઓ, કલેક્ટર કચેરી સ્ટાફ પણ ખડેપગે રહેશે. પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ દંડ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 14 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×