ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rian : ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર રહેશે. જેમાં રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર
08:45 AM May 28, 2025 IST | SANJAY
અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર રહેશે. જેમાં રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર
Gujarat Rain Prediction

Gujarat Rian : ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર રહેશે. જેમાં રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. તેથી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. તથા સુરત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.

એકાદ-બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે અને એકાદ-બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે

આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં પહોંચતા સામાન્ય રીતે પાંચેક દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ હાલ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશે કોઈ માહિતી આપી નથી. એટલે હજી ગુજરાતમાં ચોમાસાની તારીખ માટે થોડા દિવસની રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો: Gujarat Corona Case : ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, નવા વેરિઅન્ટનો ફેલાવો થયો

Tags :
ahmedabad gujarat newsGujaratGujarat FirstGujarat RianGujarati NewsGujarati Top Newsheavy rainThunderstormTop Gujarati News
Next Article