Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat રાજ્યના શિક્ષણ મંત્રીએ AAP નેતા ચૈતર વસાવાની ઝાટકણી કાઢી

મંત્રી કુબેર ડિંડોરે અલગ ભીલપ્રદેશની માંગણીને નકારી
gujarat રાજ્યના શિક્ષણ મંત્રીએ aap નેતા ચૈતર વસાવાની ઝાટકણી કાઢી
Advertisement
  • મંત્રી કુબેર ડિંડોરે અલગ ભીલપ્રદેશની માંગણીને નકારી
  • મંત્રી કુબેર ડિંડોરે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો
  • ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, છેતરવાનું કામ કરે છે: કુબેર ડિંડોર

Gujarat: રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ નેતાની ઝાટકણી કાઢી છે. જેમાં મંત્રી કુબેર ડિંડોરે અલગ ભીલપ્રદેશની માંગણીને નકારી છે. તેમજ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, છેતરવાનું કામ કરે છે જે છેતરી જશે તેમ કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઝાટકણી કાઢી છે. જેમાં શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે. તેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે ક્યા હિસાબે તમે અલગ ભીલ પ્રદેશ માગો છો.

અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે?

વધુમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે? રેવન્યુ જનરેટ કયાંથી કરવાની?. ચૈતર વસાવા લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. જેમાં સંબોધન કરતા જણાવ્યું હતુ કે ભારત દેશ એકતામા માનનારો દેશ છે. પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે કહી શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાભ્ય પર પ્રહાર કર્યા છે. દેશમાં ભાગલા પાડવાની વાત, અલગતા વાદ, સમાજને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે. આદિવાસી સમાજ માટે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજના સરકાર આપે છે.

Advertisement

મંત્રી અને ધારાસભ્ય આમને સામને આવ્યા

કયા હક્કોની વાતો એ અલગતા વાદીઓ કરે છે. કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે કયા હિસાબે માંગો છો તમે, કોંગ્રેસની સરકારમાં કેટલાક નેતાઓએ અલગ ભિલપ્રદેશની માંગ કરી હતી. ત્યારે ભીલ પ્રદેશનો મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો અને જણાવ્યું હતુ કે આ ચૈતર વસાવા છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછળે છે. ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ. પણ અલગ ભીલ પ્રદેશ બનાવી અને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની. હાલ તો મંત્રી અને ધારાસભ્ય આમને સામને આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara: શહેરમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, સ્થાનિકોમાં ચકચાર

Tags :
Advertisement

.

×