Gujarat: વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર
- Gujarat: મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે રવાના
- અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે તમામ મંત્રીઓ રવાના
- ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરનો થશે પ્રારંભ
Gujarat: વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન થયુ છે. જેમાં મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે રવાના થયા છે. અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે તમામ મંત્રીઓ રવાના થયા છે. ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. 27, 28 અને 29 ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન છે.
ચિંતન શિબિરમાં પાંચ જૂથ બનાવી વિવિધ વિષયો પર ચર્ચા થશે
ચિંતન શિબિરમાં પાંચ જૂથ બનાવી વિવિધ વિષયો પર ચર્ચા થશે. પોષણ અને જાહેર આરોગ્ય બાબતે પણ ચિંતન થશે. તથા જાહેર સલામતીના વિષય ઉપર પણ ચિંતન થશે. હરિત ઉર્જા અને પર્યાવરણ તથા સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ તેમજ શાસનમાં AIના પડકારોનો સામનો કરવા સંદર્ભે ચર્ચા થશે.
Gujarat: કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન માર્ગદર્શન આપશે
કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન માર્ગદર્શન આપશે. મંત્રી સહિત અધિકારીઓ કેટલીક રમતોમાં પણ ભાગ લેશે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું હતું.
વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે. આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા.
આ પણ વાંચો: Gujarat News : આજે 27 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?