Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં નવા વર્ષે માવઠાનો માર, Western Disturbance ની અસરથી 6 દિવસ કમોસમી વરસાદની આગાહી

Western Disturbance : ગુજરાતમાં નવા વર્ષે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 6 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વધારે અસર કરી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 6 દિવસ કમોસમી વરસાદ સાથે-સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં ખેડૂતોના મોઢે આવલ કોળીયું છીનવાઈ શકે છે. જાણો ક્યાં વિસ્તારમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં નવા વર્ષે માવઠાનો માર  western disturbance ની અસરથી 6 દિવસ કમોસમી વરસાદની આગાહી
Advertisement
  • ગુજરાતમાં Western Disturbance  : 6 દિવસ સુધી વરસાદનું એલર્ટ, ડાંગ-વલસાડમાં ધોધમાર વરસાદ
  • નૂતન વર્ષ પછી માવઠું : દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પ્રવાસીઓને મુશ્કેલી, પાકને નુકસાનની ભીતિ
  • 25 ઓક્ટોબરથી તીવ્ર વરસાદ : IMDનું એલર્ટ, સુરત-નવસારી-તાપીમાં વરસાદ, વલસાડમાં મિની વાવાઝોડું 
  • વરસાદ : ગુજરાતમાં 6 દિવસીય વરસાદી મોસમ, તૈયાર પાકને ગંભીર નુકસાનની આગાહી
  • નવા વર્ષે કમોસમી વરસાદે વધારી ચિંતા : નૂતન વર્ષે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠું 

Western Disturbance : ગુજરાતમાં નૂતન વર્ષના તહેવારોના ઉત્સાહ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું છે, જે આગામી 6 દિવસ સુધી ચાલશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હલકાથી મધ્યમ વરસાદનું એલર્ટ જારી કર્યું છે, જે 25 ઓક્ટોબરથી તીવ્ર થઈ શકે છે. ડાંગ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, જ્યારે વલસાડમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સાથે કમોસમી વરસાદ થયો હતો. સુરત ગ્રામ્ય, નવસારી, તાપી અને ભરૂચમાં પણ વરસાદ પડ્યો, જેનાથી દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી. આ વરસાદથી ડાંગર સહિતના તૈયાર પાકને ગંભીર નુકસાનની ભીતિ વ્યક્ત થઈ છે.

આજે (23 ઓક્ટોબર, 2025)થી આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કમોસમી વરસાદ પડી શકે છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છે. IMDના અહેવાલ મુજબ, આ ડિસ્ટર્બન્સ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર કેન્દ્રિત છે, જે દક્ષિણ ગુજરાતને પ્રભાવિત કરે છે. 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધી શકે છે, અને 26 ઓક્ટોબર પછી હવામાન સ્થિર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો- દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ખેડૂતો ચિંતિત,પાકને નુકસાન થવાની ભીતિ!

Advertisement

ડાંગ જિલ્લા : ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, જેનાથી રોડો પર પાણી ભરાયો હતો. તે ઉપરાંત ખેતરોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં તૈયાર ડાંગર પાકને મોટું નુકસાન થયાની શક્યતા છે.

વલસાડ : મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઉદ્દભવી અને સાથે જ ધોધમાર વરસાદ પડ્યો, જેથી ખેડૂતોના ઉભા પાકને પવન સાથે આવેલા વરસાદે વધારે નુકશાન કર્યું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત ગ્રામ્ય, નવસારી, તાપી, ભરૂચ : હલકા થી મધ્યમ વરસાદ પડ્યો, જેનાથી દિવાળી વેકેશન પર આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી. ટ્રાફિક જામ અને પાણી ભરાયાના કેસો જોવા મળ્યા.

અન્ય જિલ્લાઓ : દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદથી ખેતીને નુકશાનની શક્યતા દેખાઈ રહી છે.

દિવાળી વેકેશનમાં ગુજરાતમાં આવેલા પ્રવાસીઓને અણધાર્યા વરસાદને કારણે મુશ્કેલી પડી, જેમાં પર્યટન સ્થળો પર પાણી ભરાવા અને ટ્રાફિકનો સમાવેશ થાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બીચ અને જંગલ વિસ્તારોમાં વધારે અસર પડી છે. તે ઉપરાંત ખેતી પર પણ ગંભીર અસર પડી છે, ડાંગર, કપાસ અને અન્ય તૈયાર પાકને વરસાદથી નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચો- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ-થરાદનો નૂતન વર્ષનો કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.

×