Tiranga Yatra : તિરંગા યાત્રામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ
Tiranga Yatra : ગુજરાત યુનિવર્સિટીના તાબામાં આવતી તમામ કૉલેજો અને વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓને બુધવારે તિરંગા યાત્રામાં સામેલ રહેવા આદેશ કરાયો હતો. Tiranga Yatra માં સામેલ રહેનારા વિદ્યાર્થીઓને 5 માર્ક આપવાની Gujarat University એ જાહેરાત કરી હતી. IKS Subject માં પ્રથમ વખત 5 માર્ક આપવાની ઑફરના પગલે મોટી સંખ્યામાં સ્ટુડન્ટસ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં 'અપને અપને રામ' કાર્યક્રમમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓની માત્ર હાજરી ગણવામાં આવી હતી.
Tiranga Yatra અંગે શું કરાયો હતો આદેશ ?
ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે સવારે 11 કલાકે યોજાયેલી તિરંગા યાત્રામાં કુલપતિના આદેશાનુસાર તમામ ભવનો તથા એફીલીએટેડ કૉલેજના વિદ્યાર્થીઓને હાજર રહેવા વિનંતી સભર આદેશ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge Systems) વિષય હેઠળ 5 માર્કસ આપવાની જાહેરાત પત્ર થકી કરાઈ હતી. આ પત્ર કુલસચિવની સહીથી ગત 11 ઑગસ્ટના રોજ સંલગ્ન કૉલેજોના આચાર્ય, યુનિ. વિભાગના વડાઓ, ભવનના ડાયરેક્ટરો તેમજ પરિક્ષા ભવનને મોકલી અપાયો હતો.
એક કલાકની તિરંગા યાત્રામાં 5 માર્કસ
વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં Gujarat University ના એક ગેટથી નીકળીને બીજા ગેટમાં પ્રવેશ કરી કેમ્પસમાં ફર્યા હતા. સવારે 11 કલાકે શરૂ થયેલી Tiranga Yatra બપોરે બારેક વાગે સંપન્ન થઈ ગઈ હતી. તિરંગા યાત્રા સંપન્ન થયા બાદ જે-તે કૉલેજ અને વિભાગના કૉ-ઑર્ડિનેટર દ્વારા વિદ્યાર્થીઓની હાજરી લેવામાં આવી હતી. એક કલાકની તિરંગા યાત્રામાં 5-5 માર્કસ મળવાના હોવાથી હાજરી પૂરાવા માટે પડાપડી કરી હતી.


