Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરોડોની જમીન, બાંધકામ સહિતનો ખર્ચ Gujarat University કરશે અને વહીવટ ખાનગી કલબ કરશે

અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા ગત સદીમાં અગાઉ દાનમાં મળેલી વિશાળ જમીન પર ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સહિત અનેક શૈક્ષિણક સંસ્થાન કાર્યરત છે.
કરોડોની જમીન  બાંધકામ સહિતનો ખર્ચ gujarat university કરશે અને વહીવટ ખાનગી કલબ કરશે
Advertisement

Gujarat University : અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા ગત સદીમાં અગાઉ દાનમાં મળેલી વિશાળ જમીન પર ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સહિત અનેક શૈક્ષિણક સંસ્થાન કાર્યરત છે. દાનમાં મળેલી જમીન બારોબાર એક ખાનગી કલબને પધરાવી દેવાનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત કૉંગ્રેસ સમિતિના કાર્યકારી  પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે (Indravijaysinh Gohil) આજે ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન (Ashish Amin) ની દ્રોણાચાર્ય એકેડમી ઑફ શૂટિંગ એન્ડ આર્ચરી (Dronacharya Academy of Shooting and Archery) ને 10 હજાર વાર જગ્યા ફાળવવાની સાથે-સાથે તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.

Gujarat University સામે લાગ્યા આરોપ

Gujarat University ને સરકાર નિયુક્ત આશિષ અમીનની સંસ્થા ઉપર એટલો બધો પ્રેમ આવ્યો કે ટેન્ડરની શરતોમાં બદલાવ કર્યા હોવાનો આરોપ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે લગાવ્યો છે. આશિષ અમીનની સંસ્થા Dronacharya Academy of Shooting and Archery ને આખેઆખું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અનુકૂળ પડે તેમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાંધી આપવામાં આવશે. જે અગાઉ જે-તે સંસ્થા દ્વારા બાંધવાની શરત હતી. ટેન્ડરની શરત પ્રમાણે કોઈ પણ રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય શૈક્ષણિક, ટ્રેનિંગ ઈવેન્ટ હોસ્ટ તરીકે સંસ્થા હોય તેમાં આવનારા પ્રતિનિધિની વૈભવી હોટેલમાં રહેવા, આલીશાન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા તેમના ખાણીપીણીની વ્યવસ્થા સંસ્થાને કરવાની જોગવાઈ બદલી દેવામાં આવી છે. હવે આ ખર્ચ ગુજરાત યુનિવર્સિટી પોતે ઉઠાવશે. આરોપ લગાવતા ગોહિલે વધુમાં જણાવ્યું છે કે, ક્લબમાં ખાણીપીણી સાથે અધ્યતન વ્યવસ્થાથી સજ્જ જિમ્નેશિયમ સહિતની વ્યવસ્થા ટેન્ડરની પૂર્વ શરત મુજબ ક્લબ દ્વારા કરવાની હતી તે શરત બદલી દેવાઈ છે અને હવે ખર્ચ Gujarat University એ માથે લઈ લીધો છે. વિજળી, હાઉસકીપીંગ (સાફસફાઈ), સિક્યુરિટી, પાણી, ડ્રેનેજની વ્યવસ્થા ક્લબ દ્વારા કરવાની શરત હતી તેમાં પણ ગુજરાત યુનિવર્સિટીએ બદલાવ લાવીને આ ખર્ચ પોતાના શિરે લીધો છે.

Advertisement

આ પણ  વાંચો-Liquor Theft : વડોદરા ગ્રામ્યમાં પોલીસે પહેલાં દારૂ ચોરી કર્યો અને પછી કેમ સળગાવી દીધો ?

Advertisement

Gujarat University બચાવો અભિયાનની શરૂઆત કરાશે

દ્રોણાચાર્ય ક્લબ (DASA) દ્વારા અલગ અલગ ફીના ધોરણ નક્કી કરીને Gujarat University ની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા હતા તે અંગે રજિસ્ટ્રારને પૂછતાં જવાબ આપવાની જગ્યાએ વિગતોને વેબસાઇટ પરથી દૂર કરી દેવાઈ હોવાનો આરોપ ગોહિલે લગાવ્યો છે. ક્લબ દ્વારા સામાન્ય વિદ્યાર્થીને બિલકુલ પોષાય નહીં અને માત્ર માલેતુજાર માટેની ક્લબ હોય તેવું ક્લબનું ફી સ્ટ્રક્ચર ફલિત થાય છે. લાઇફ મેમ્બરશિપના 5 લાખ, અન્ય ક્લબથી લાઇફટાઈમ ટ્રાન્સફરના 3 લાખ, ઓર્ડિનરી ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપના 7.50 લાખ, લાઇફ ટાઈમ ઇન્સ્ટિટ્યૂશનલ મેમ્બરશિપના 15 લાખ, જ્યારે 5 હાજર નૉન રિફંડેબલ ફીની જાહેરાત ક્લબ દ્વારા કરી દેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની જમીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટેની જગ્યાએ માલેતુજાર ક્લબને આપી દેવામાં આવ્યો છે. કોમન એક્ટનો કાળો કાયદો આજે સાચો પુરવાર થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પૂર્વ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, પૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ સાથે મળી ગુજરાત યુનિવર્સિટી બચાવો અભિયાનની શરૂઆત કરીને આંદોલનને વેગ આપશે.

Tags :
Advertisement

.

×