Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ઠંડીના ચમકારા વચ્ચે આ શહેરોમાં કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

26થી 29 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી
gujarat  ઠંડીના ચમકારા વચ્ચે આ શહેરોમાં કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી
Advertisement
  • ઠંડી સાથે અમદાવાદ (Ahmedabad)માં વાદળછાયું વાતાવરણ
  • શહેરભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
  • ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠા (Unseasonal rain)ની કરી છે આગાહી

Ahmedabadમાં ઠંડીના ચમકારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં શહેરભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતુ. ત્યારે કડકડતી ઠંડીમાં અમદાવાદીઓ ધ્રુજ્યા છે. જેમાં ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠા (Unseasonal rain)ની આગાહી કરી છે. તેમાં 26થી 29 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર્, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.

કચ્છમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થયો

કચ્છમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થયો છે. તેમાં ભુજ, નલિયા અને કંડલામાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ભુજના હમીરસર તળાવમાં લોકો નહાતા દેખાયા છે. કડકડતી ઠંડીમાં પણ લોકો તળાવમાં નહાતા દેખાતા લોકોમાં નવાઇ જાગી છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં પડી રહી છે. આ વર્ષે પણ ભર શિયાળે કમોસમી વરસાદ (Unseasonal rain) પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી 26, 27 અને 28મી ડિસેમ્બરના રોજ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દ્વારા જાણકારી આપવામાં આવી છે અને લેટેસ્ટ વેધર બુલેટિન પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી છે. એટલે કે એકબાજુ શિયાળાની ઠંડીની વચ્ચે હવે લોકોએ રેઈનકોટ પણ બહાર કાઢીને રાખવા પડશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : ISKCON મંદિરનાં સંચાલકો સામે ગંભીર આક્ષેપો થતાં હડકંપ! નિવૃત્ત આર્મીમેનની હેબિયસ કોર્પસ

Advertisement

ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી (Unseasonal rain) વરસાદ પડવાની સંભાવના

26 ડિસેમ્બરે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ડાંગ, વલસાડ અને દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (Unseasonal rain) પડવાની સંભાવના છે. તેમજ 27 ડિસેમ્બરે પણ રાજ્યના કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આજથી શરૂ થશે Kankaria Carnival, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે ઉદ્ઘાટન

Tags :
Advertisement

.

×