Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Vidhansabha માં ત્રિ-દિવસીય Monsoon Session ની જાહેરાત કરાઇ

Gujarat Vidhansabha Monsoon Session : સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે
gujarat vidhansabha માં ત્રિ દિવસીય monsoon session ની જાહેરાત કરાઇ
Advertisement
  • ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી
  • રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું અહ્વાન
  • વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Gujarat Vidhansabha Monsoon Session : ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્ર (Gujarat Vidhansabha - Monsoon Session) મામલે મોટા સમાચાર સામે સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભામાં ત્રિ-દિવસીય ચોમાસુ સત્ર (Three Days - Monsoon Session) યોજાવવા જઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવામાં અંગે મોટી જાહેરાત સામે આવી છે. માહિતી મુજબ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Gujarat Governor Acharya Devvrat)દ્વાર ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે.

પહેલા દિવસે શોકદર્શક ઠરાવ

વિધાનસભાનું ચોમાસુ સત્ર, 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ચોમાસુ સત્રમાં માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. આ ચોમાસુ સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવનાર છે. સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે, તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement

20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે

ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસીય ચોમાસું સત્રની જાહેરાત કરવામા આવી છે, જે અંતર્ગત આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ચોમાસું સત્ર મળશે, અને 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે બાદ હવે ધારાસભ્યો પોતાના પ્રશ્નોને લઇને તૈયારીઓમાં વ્યસ્ત બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો ---- યુવાનો માટે કારકિર્દીની નવી તકો પુરુ પાડતું, Sigma University નું નવું જૉબ પોર્ટલ લોન્ચ

Tags :
Advertisement

.

×