Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather:રાજયમાં થીજવતી ઠંડીનો અહેસાસ, ડીસામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર

રાજયમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચ્યો ઠંડી મોસમમાં ઝુમ્બા ડાન્સનો ટ્રેન્ડ જોવા મળ્યો Gujarat Weather:રાજયમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,જેમાં 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે,નલિયા 6 ડિગ્રી તાપમાન...
gujarat weather રાજયમાં થીજવતી ઠંડીનો અહેસાસ  ડીસામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર
Advertisement
  • રાજયમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ
  • અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચ્યો
  • ઠંડી મોસમમાં ઝુમ્બા ડાન્સનો ટ્રેન્ડ જોવા મળ્યો

Gujarat Weather:રાજયમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,જેમાં 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે,નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ઉત્તર પૂર્વના પવનનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.ડીસામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી,રાજકોટમાં 10.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.3 ડિગ્રી,અમદાવાદમાં 12.5 ડિગ્રી, અમરેલીમાં 12.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, કેશોદમાં 13.7 ડિગ્રી,દ્વારકામાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

Advertisement

ભારતમાં ઠંડીની જામી લહેર

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

Advertisement

આ પણ  વાંચો -Botad: જુની અદાવતે દાઝ રાખી યુવક પર 3 શખ્સોએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ

17 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,ઉત્તર ગુજરાતમાં તાપમાન નીચુ રહેશે અને 10 ડિગ્રીથી નીચુ તાપમાન રહેશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે,રાજકોટમાં 15 ડિગ્રીથી નીચુ તાપમાન રહેશે મહત્તમ તાપમાન 28-30 ડિગ્રી સુધી રહેશે તો બીજી તરફ 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં ફરી વધારો થશે,જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ સારુ રહેશે.

આ પણ  વાંચો -Gujarat રાજ્યની અભૂતપૂર્વ સફળતા, વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન

23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.

Tags :
Advertisement

.

×