ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather:ખેડૂતો માટે માઠા સમાચાર,ખેડૂતોને આપી આ સલાહ

પરેશ ગોસ્વામી વરસાદને લઈને મોટી આગાહી આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં માવઠું થવાની શકતા Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસા(Gujarat Weather Forecast)ની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ચોમાસાની વિદાય...
07:25 PM Oct 25, 2024 IST | Hiren Dave
પરેશ ગોસ્વામી વરસાદને લઈને મોટી આગાહી આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં માવઠું થવાની શકતા Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસા(Gujarat Weather Forecast)ની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ચોમાસાની વિદાય...

Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસા(Gujarat Weather Forecast)ની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ચોમાસાની વિદાય છતાં કેટલાક ભાગોમાં નુકસાનકારક વરસાદ જોવા મળ્યો હતો. હાલ ગુજરાતમાં ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચે આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાનને લઈને મોટી આગાહી કરી છે.

આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત

પરેશ ગોસ્વામી(Paresh Goswam)એ જણાવ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑક્ટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જો કે આ હજુ ફાઈનલ આગાહી નથી, પરંતુ આગોતરું એંધાણ છે. મોડલોની અંદર ફેરફાર થતા હોય છે, જેના ભાગરૂપે દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે.

આ પણ  વાંચો -કૉંગ્રેસ-ભાજપની કૃપાથી બાંગ્લાદેશીઓની વસાહત બનેલા ચંડોળામાં Crime Branch નું સુપર કૉમ્બીંગ

દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળશે

જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિક્શન છે, તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. એક રીતે આકાશમાં કાળા ઘટ્ટ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે.

આ પણ  વાંચો -Vav Assembly By-Elections:વાવ બેઠક પર ભાજપમાં બળવો! માવજી પટેલે અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

છૂટાછવાયા ઝાંપટા વરસી શકે

જેથી આગામી 30 અને 31 ઑક્ટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. આથી ખેડૂત મિત્રોએ કપાસ, મગફળી અને સોયાબિનના હાર્વેસ્ટિંગ વહેલી તકે સાચવી લેવા જોઈએ.

તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચુ જોવા મળશે

જ્યારે 29 ઑક્ટોબર સુધી તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચુ જોવા મળશે. એકાદ સેન્ટરમાં તો તાપમાન 36 ડિગ્રીથી પણ ઊંચુ જઈ શકે છે. આખા દિવસ દરમિયાન આટલું તાપમાન અનુભવાશે, જ્યારે રાતના સમયે તાપમાન નીચુ જશે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી શકે છે. જેના કારણે પાક પર નેગેટિવ અસર જોવા મળશે. જ્યારે બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.

Tags :
advice given to farmersAtmospherebreaking newsDiwali Celebrationfor farmersgujarat weatherMonsoon in GujaratParesh GoswamiSaurashtra and South
Next Article