ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather : ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, તાપમાનનો પારો જાણો કેટલે પહોંચ્યો

આગામી 48 કલાક કાળઝાળ ગરમી પડવાની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ ઈશ્યુ દેશના 21 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર Gujarat Weather : ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ છે. જેમાં આગામી 48 કલાક...
02:42 PM Apr 08, 2025 IST | SANJAY
આગામી 48 કલાક કાળઝાળ ગરમી પડવાની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ ઈશ્યુ દેશના 21 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર Gujarat Weather : ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ છે. જેમાં આગામી 48 કલાક...
Gujarat Weather

Gujarat Weather : ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ છે. જેમાં આગામી 48 કલાક કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ ઈશ્યુ થયુ છે. દેશના 21 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહારમાં ગરમીનું એલર્ટ જાહેર થયુ છે. તેમજ રાજસ્થાનના બાડમેરમાં પારો 45.6 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ગુજરાત સહિત દેશના પાંચથી વધુ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી

ગુજરાત સહિત દેશના પાંચથી વધુ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. દેશના પાંચ રાજ્યના 21 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 45.6 ડિગ્રીને પાર પહોંચતા લોકો બરાબર શેકાયા

રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 45.6 ડિગ્રીને પાર પહોંચતા લોકો બરાબર શેકાયા છે. જે એપ્રિલના પ્રથમ સપ્તાહનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. આ ઉપરાંત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં 12 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગર અને કચ્છમાં રાત્રે ગરમ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા

અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે એટલે કે આઠમી તારીખે કચ્છ જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે ભાવનગર અને કચ્છમાં રાત્રે ગરમ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: CM Bhupendra Patel એ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો

Tags :
GujaratGujarat Firstgujarat weatherGujarati NewsGujarati Top NewsheatRedAlertTemperature Gujarat NewsTop Gujarati News
Next Article