Gujarat Weather News : રાજ્યમાં માવઠાથી જાણો ક્યા થયુ મોટું નુકસાન અને કયા કેટલો પડ્યો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યાના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો
- 24 કલાકમાં માવઠાના કારણે 14 લોકોના મોત અને 16 ઘાયલ થયા
- હવામાન વિભાગની સૂચનાઓ અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવા અપીલ
Gujarat Weather News : ગુજરાત રાજ્ય છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યાના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ખેડાના કપડવંજમાં 24 કલાકમાં 1.50 ઈંચ વરસાદ, માણસા, સિહોરી, જોટાણાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, કડી, ભાવનગરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. તથા ડોલવણ, નડિયાદ, મહિસાગરના ખાનપુરમાં 1 ઈંચ વરસાદ તથા અન્ય 7 જેટલા તાલુકામાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. બાકીના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં મોટું નુકસાન થયુ
રાજ્યમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં મોટું નુકસાન થયુ છે. જેમાં 24 કલાકમાં માવઠાના કારણે 14 લોકોના મોત અને 16 ઘાયલ થયા છે. કમોસમી વરસાદના કારણે 26 પશુના પણ મોતના અહેવાલ છે. પંચમહાલમાં 6, ખેડા જિલ્લામાં 1 મકાન વરસાદમાં ધરાશાયી તથા વીજળી પડતા 3 અને ઝાડ પડવાથી રાજ્યમાં 4 લોકોના મોત થયા છે. ધૂળભરી આંધીના કારણે હોર્ડિંગ પડતા 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. ખેડામાં કમોસમી વરસાદથી સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 3, અરવલ્લીમાં 2, દાહોદ જિલ્લામાં 2 લોકોના મોત થયા છે. અમદાવાદ અને દાહોદ જિલ્લામાં માવઠાથી 2-2 લોકોના મોત થયા છે. તથા આણંદમાં પણ વરસાદના કારણે દિવાલ પડતાં મહિલાનું મોત થયુ છે.
હવામાન વિભાગની સૂચનાઓ અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવા અપીલ
લોકોને હવામાન વિભાગની સૂચનાઓ અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે અને ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. કોઈપણ અનિવાર્ય સંજોગોમાં જો જરૂર જણાય, તો નાગરિકો મદદ માટે સંપર્ક કરી શકે તે હેતુથી સરકારે ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે.
નાગરિકો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર 1070
- ડિસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર 1077
- નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જરૂર જણાય ત્યારે આ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરીને મદદ મેળવે.
આ પણ વાંચો: Gujarat Mockdrills : આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ, સાયરન વાગે તો જાણો શું કરવું


