Gujarat : નવકાર મંત્રનો આજે સર્જાશે વિશ્વ રેકોર્ડ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાયો કાર્યક્રમ
- GMDC ગ્રાઉન્ડમાં 20 હજારથી વધુ લોકો જોડાયા
- નવકાર મંત્રોચ્ચારના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલે રહેશે હાજર
- PM નરેન્દ્ર મોદી દિલ્હીથી કાર્યક્રમમાં જોડાશે
JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે 9 એપ્રિલે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરાયું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન છે. જેમાં અમદાવાદમાં નવકાર મંત્રોનો વિશ્વ રેકોર્ડ આજે રચાશે. ત્યારે વિશ્વભરમાં આજે નવકાર મંત્રોચ્ચાર થશે.
Narendra Modi on Jainism :'નવકાર મહામંત્ર' દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે@narendramodi @Bhupendrapbjp @sanghaviharsh @JitoAhmedabad #navkarmantra #navkarmantraday #jayjinendra #jinshasan #gujaratfirst pic.twitter.com/51gOmAjah0
— Gujarat First (@GujaratFirst) April 9, 2025
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો કાર્યકમનું આયોજન
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો કાર્યકમ યોજાઇ રહ્યો છે. GMDCમાં 20 હજારથી વધુ લોકો ધાર્મિક કાર્યકમમાં જોડાયા છે. જેમાં 20 હજારથી વધુ લોકો મંત્રોચ્ચાર કરશે. નવકાર મંત્રોચ્ચારના કાર્યકમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. તેમજ PM નરેન્દ્ર મોદી કાર્યકમમાં દિલ્લીથી વર્ચુઅલ જોડાશે. Jain Navkar Mantra નવકાર મંત્ર જૈન ધર્મનો આધારભૂત મંત્ર છે. જેના અનેક ગૂઢ રહસ્યો છે. નવકાર મંત્ર નવ પદ અને 68 અક્ષરનો મંત્ર છે. જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. નવકાર મંત્રનો પાઠ દિવસના કોઇ પણ સમયે કરી શકાય છે.
જૈન ધર્મના આધારભૂત નવકાર મંત્રને નમસ્કાર મંત્ર પણ કહેવામાં આવે છે
જૈન ધર્મના આધારભૂત નવકાર મંત્રને નમસ્કાર મંત્ર પણ કહેવામાં આવે છે. મૂળ સ્વરુપે નવકાર પાંચ પદોનો બનેલો છે. તેમાં કૂલ નવ પદ અને 68 અક્ષર છે. પહેલા પાંચ પદમાં દેવ રુરુને નમસ્કાર કરાયા છે. નવકાર મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર વ્યક્તિ અરિહંતો, આર્ચાયો, ઉપાધ્યાયો અને સિધ્ધોને આદરપૂર્વક નમસ્કાર કરે છે. નવકાર મંત્રનો અર્થ ગૂઢ અને ગહન છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધા સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. આ મંત્રની ખાસિયત એ છે કે એમાં કોઇનું પણ અરિહંત કે સિધ્ધોનું પણ નામ નથી લેવાતું તે વ્યાપક અર્થમાં છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 9 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


