Vadtaldham માં મીમાંસા શાસ્ત્રના 'અર્થસંગ્રહ' ગુજરાતી પુસ્તકનું લોકાર્પણ
- ડો. સંતવલ્લભદાસ સ્વામીનાના પુસ્તક “ અર્થસંગ્રહ “ નું વડતાલધામમાં વિમોચન
- વડતાલધામની 107મી રવિસભામાં કરાયું પુસ્તકનું વિમોચન
- અર્થસંગ્રહ ગુજરાતી અનુવાદ સાથે અર્થચંદ્રિકા ટીકાનું પ્રકાશન
- મીમાંસા શાસ્ત્રના ગૂઢ રહસ્યોનું ગુજરાતી રૂપાંતર
વડતાલધામમાં (Vadtaldham) મીમાંસા શાસ્ત્રના પ્રવેશગ્રંથ અર્થસંગ્રહના ગુજરાતી અનુવાદ અને અર્થચંદ્રિકા ટીકા સહિતના પુસ્તકનું લોકાર્પણ સંપન્ન થયું.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન વડતાલધામની107 મી રવિસભામાં થયું હતું.વડતાલધામના વિદ્વાન સંત ડો. સંતવલ્લભદાસ સ્વામી દ્વારા કરાયેલા આ અનુસર્જનાત્મક અનુવાદ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. જયેન્દ્રસિંહ જાદવએ અભિનંદન વ્યક્ત કર્યા હતા.
વડતાલધામની107 મી રવિસભામા “ અર્થસંગ્રહ “ નું કરવામાં આવ્યું વિમોચન
વડતાલધામના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી દ્વારા અનુસર્જનાત્મક , મીમાંસા દર્શનના અર્થસંગ્રહનું અનુવાદ અને અર્થચંદ્રિકા ટીકા સહિત , ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેનું વિમોચન વડતાલધામની107 મી રવિસભામા કરવામાં આવ્યું હતું. જેમાં ડો સંતવલ્લભદાસ સ્વામી , ડો જયેન્દ્રસિહ જાદવ મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ડો બળવંત જાની કુલપતિ સાગર , ડો હિતેશભાઈ પટેલ - પ્રીન્સીપાલ, પ્રવિણભાઈ પટેલ- વડદલા હાલ લંડન , વલ્લભ હરિઓમ સ્વામી પાઠશાળા વડતાલ અલ્પિતભાઈ પટેલ ટ્રસ્ટી જોડાયા હતા.
મીમાંસાના ગૂઢ રહસ્યોને આપણી ભાષામાં રજુ કરનાર ડો સંત સ્વામીને અભિનંદન
મીમાંસા દર્શનના પ્રવેશ ગ્રંથ “ અર્થસંગ્રહ “ છે , મીમાંસાના ગૂઢ રહસ્યોને આપણી ભાષામાં રજુ કરનાર ડો સંત સ્વામીને અભિનંદન છે.આ કાર્ય માટે ભાષા અને સાહિત્ય સાથે સાથે દર્શન જગત આપનો આભારી રહેશે એમ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો જયેન્દ્રસિંહ જાદવે જણાવ્યું હતું.
ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ડો બળવંત જાનીએ યુવાનોને કહી આ વાત
આ રવિસભામા યુવાનોને જોઈને એમ થાય છે કે, આ ઝેન જી જનરેશન દેશનું ગૌરવ છે. સનાતન સંસ્કૃતિના યોદ્ધાઓ તૈયાર થઈ રહ્યા છે તે વડતાલ સંસ્થાનું જ નહિ , સનાતન ધર્મનું ગૌરવ છે.. નંદસંતોએ રચેલ સાહિત્ય પરંપરા આગળ વધી રહી છે, એ વડતાલને સંપ્રદાયનું વલ્લભી પીઠ તરીકે ઓળખ અપાવશે , આ શબ્દો ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ડો બળવંત જાનીએ ઉચ્ચાર્યા હતા.
ડો. સંતવલ્લભદાસ સ્વામીએ સારસ્વત મિત્ર હર્ષવર્ધન ત્રિવેદીને યાદ કર્યા
આ પ્રસંગે ડો સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે સારસ્વત મિત્ર હર્ષવર્ધન ત્રિવેદીને યાદ કરૂ છું. તેમના પ્રેમાગ્રહથી આ કામમાં પ્રવૃત્ત થઈ શક્યો છું. આ કામ ભગવત્કૃપાથી થયુ છે, છતાં સતત પ્રવૃતિની વચ્ચે થયું છે માટે ક્ષતિની સંભાવના છે,, વિદ્વાન પુરૂષ ક્ષમા કરે અને માર્ગદર્શન કરે, એ જ પ્રાર્થના છે.
કાર્યક્રમમાં આ મહાનુભાવો જોડાયા
આ પ્રસંગે શાસ્ત્રી હરિઓમ સ્વામી , શાસ્ત્રી સુર્યપ્રકાશ સ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. અંતમાં બંધન બેંક દ્વારા સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ઇમર્જન્સી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી જેમા બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યુ હતું.
આ પણ વાંચો: પ્રમુખસ્વામી મહારાજના પ્રેમમાં ડૂબ્યા 50 હજાર ભક્તો : 75 વર્ષની સેવાયાત્રાને ભાવુક અંજલી


