Gujarati Top News : આજે 2 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 2 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 2 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ડીસા જીઆઇડીસી ફટાકડાના ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટના મામલે તમામ મૃતદેહોને મધ્યપ્રદેશ તેમના વતન મોકલવા માટે તંત્રએ વ્યવસ્થા કરી તથા સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે વિરોધમાં ઉતર્યા મોગલધામના મહંત અને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક તથા ડીસામાં આગની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. જેમાં સ્પેશિયલ બ્રાન્ચના DCPએ આદેશ આપ્યો છે.
ડીસા જીઆઇડીસી ફટાકડાના ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટના મામલે જાણો અપડેટ
ડીસા જીઆઇડીસી ફટાકડાના ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટના મામલે તમામ મૃતદેહોને મધ્યપ્રદેશ તેમના વતન મોકલવા માટે તંત્રએ વ્યવસ્થા કરી છે. કુલ 20 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી 11 જેટલી એમ્બ્યુલન્સ મૃતદેહો મોકલવા માટે રવાના થશે. એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહને રવાના કરાશે. લાંબુ અંતર હોવાને કારણે એક એમ્બ્યુલન્સ દીઠ બે ડ્રાઇવરની વ્યવસ્થા કરાઇ છે. પોલીસની ગાડીના કાફલા સાથે મૃતદેહને રવાના કરાશે. ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહોને ડીસા સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રખાયા હતા.
સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે વિરોધમાં ઉતર્યા મોગલધામના મહંત
સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે વિરોધમાં મોગલધામના મહંત ઉતર્યા છે. કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિબાપુ આજથી અનશન કરશે. મહંત ચારણ ઋષિબાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં જણાવ્યું છે કે હવે આ સહન નથી થતું, આપણે સાથે મળીને પાઠ ભણાવવાનો છે. મને કોઈ ધમકીથી ફરક પડતો નથી, 2 દિવસ હું મોગલધામ બેસીસ. 2 દિવસ બાદ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલ થશે.
ડીસામાં આગની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા
ડીસામાં આગની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. જેમાં સ્પેશિયલ બ્રાન્ચના DCPએ આદેશ આપ્યો છે. તેમાં ફટાકડાના ગોડાઉનની સેફ્ટી ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરાશે. ફાયર વિભાગની ટીમ પણ ગોડાઉનની તપાસ કરશે. તથા ફાયરના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરશે.
દેશભરમાં આજથી JEE મેઈન્સની પરીક્ષા શરૂ થશે
દેશભરમાં આજથી JEE મેઈન્સની પરીક્ષા શરૂ થશે. આજથી શરૂ થતી JEEની પરીક્ષા 9 એપ્રિલ સુધી ચાલશે. ધો. 12 સાયન્સના ગ્રુપ Aના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં દેશભરમાંથી 12 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સવારે 10 કલાકે મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે. ડીસામાં આગની દુર્ઘટના સંદર્ભે બેઠકમાં ચર્ચા કરાશે. નવી યોજનાઓની અમલવારીને લઈને પણ ચર્ચા સંભવ છે. ઉનાળામાં જળાશયો અને પાણીની સ્થિતિ સંદર્ભે સમીક્ષા સાથે આગામી તહેવારોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ચર્ચા કરાશે.
આ પણ વાંચો: Rashifal 2 April 2025 : ચંદ્ર અને મંગળના ગોચરથી આ રાશિઓને શુભ લાભ મળશે, આજે જ જાણો તમારું રાશિફળ


