Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 23 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ છે. જેમાં કુલ 20 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા
gujarati top news   આજે 23 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 23 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 23 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ છે. જેમાં કુલ 20 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. કચ્છમાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ગભરાટ છે. જેમાં લોકો રાતભર ઊંઘી ન શક્યા તેમજ 2001 પછી મોટો આંચકો નોંધાયો છે તેમજ અંબાજી ખાતે ખાટું શ્યામ બાબાનો શ્યામ દરબાર યોજાશે. જેમાં અંબાજી ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. તેમજ આજે સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે.

Advertisement

જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ

જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ છે. જેમાં કુલ 20 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. તેમાં પાલિતાણાના એક જ પરિવારના 4 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. જેમાં મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ-કાશ્મીર ગયા હતા. ગુજરાત ફર્સ્ટની ટીમ પાલિતાણાના નાથાણી પરિવારને ઘરે પહોંચી છે. જેમાં હાલ નાથાણી પરિવારના 4 સભ્યો જમ્મુ-કાશ્મીરની હોટલમાં સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.

Advertisement

કચ્છમાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ગભરાટ

કચ્છમાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ગભરાટ છે. જેમાં લોકો રાતભર ઊંઘી ન શક્યા તેમજ 2001 પછી મોટો આંચકો નોંધાયો છે. ત્યારે લોકોએ પોતાની આપવીતી વર્ણવી છે. 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ભુજ, માધાપર, દૂધઈમાં આંચકો અનુભવાયો છે. રાત્રે 11.27 મિનિટે ભૂકંપના આચકા અનુભવાયા છે. લોકોમાં ભયનો માહોલ છે તેમજ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અંબાજી ખાતે ખાટું શ્યામ બાબાનો શ્યામ દરબાર યોજાશે

અંબાજી ખાતે ખાટું શ્યામ બાબાનો શ્યામ દરબાર યોજાશે. જેમાં અંબાજી ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સાંજની આરતી કરશે. અલગ અલગ રાજ્યોથી સિંગરો પણ ભજન કીર્તનમાં જોડાશે. આજે સવારે શક્તિદ્વારથી નિશાન યાત્રા નીકળશે. સાંજના સમયે શ્યામ બાબાનો દરબાર યોજાશે. તથા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. તેમજ આજે સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. ઉનાળામાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા થશે. ટેકાના ભાવે ખરીદી સંદર્ભે પણ કેબિનેટમાં સમીક્ષા થશે. જંત્રી દર ક્યારથી અને કઈ રીતે લાગુ કરવા બાબતે ચર્ચા થશે. ગુજરાત સ્થાપના દિવસ કાર્યક્રમ સંદર્ભે પણ ચર્ચા થશે. તથા કાશ્મીર હુમલામાં ઇજાગ્રસ્ત ગુજરાતીઓ સંદર્ભે ચર્ચા સંભવ છે. રાજ્ય સરકારના અન્ય નીતિવિષયક નિર્ણયો સંદર્ભે પણ ચર્ચા થશે.

આ પણ વાંચો: LIVE: Pahalgam Terror Attack : J&Kમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો, 27નાં મોતની આશંકા

Tags :
Advertisement

.

×