Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 7 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 7 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે અમદાવાદમાં 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
gujarati top news   આજે 7 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 7 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 7 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાં 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસ માટે 8 અને 9 એપ્રિલ ખૂબ મહત્વની તેમજ અમદાવાદમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં આગના મામલે મકાનમાં મોડી રાત્રે ફરી આગ લાગી હતી તથા માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી પ્રારંભ તેમજ રાજકોટમાં અંગત અદાવતમાં હુમલાની ઘટના આવી સામે જેવા વિવિધ સમાચાર.

Advertisement

અમદાવાદમાં 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે

અમદાવાદમાં 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસ માટે 8 અને 9 એપ્રિલ ખૂબ મહત્વની છે. 9 એપ્રિલે સાબરમતી નદીના તટે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે અમદાવાદમાં ધામા નાખશે. આજે 10 કલાકે કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલ એરપોર્ટ આવશે. તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સાંજે એરપોર્ટ આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે. દેશભરમાંથી AICCના 2000 જેટલા ડેલિગેટ ગુજરાત આવશે.

Advertisement

અમદાવાદમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં આગનો મુદ્દો

અમદાવાદમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં આગના મામલે મકાનમાં મોડી રાત્રે ફરી આગ લાગી હતી. જેમાં ફાયર વિભાગે મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. જીવરાજ પાર્કમાં જ્ઞાનદા કો.ઓ.સોસાયટીમાં આગ લાગી હતી. જેમાં હાલ ઘટનાસ્થળે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.

માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી પ્રારંભ

માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી પ્રારંભ થયો છે. માધવપુર ઘેડ લગ્નમેળાનું‎ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયુ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યાં છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે. આજથી પાંચ દિવસ સુધી માધવપુર ઘેડ મેળાનું આયોજન છે. મેળામાં દરરોજ કલાકારો દ્વારા સાંજે ડાયરાઓ યોજાશે. તેમજ 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. ભગવાન શ્રીકૃષ્ણ અન રૂકમિણીજીના વિવાહનો ઉત્સવ છે.

રાજકોટમાં અંગત અદાવતમાં હુમલાની ઘટના આવી સામે

રાજકોટમાં અંગત અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. જેમાં અજયસિંહ અને વિજયસિંહ જાડેજા દ્વારા પાર્થ કાકડિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. રંગીલા સોસાયટી ડિમાર્ટ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. 7થી વધુ લોકો દ્વારા પાર્થ કાકડિયા નામના યુવક પર હુમલો કરાયો છે. તેમજ લોહી લુહાણ હાલતમાં યુવકને મધુરમ હોસ્પિટલ ખસેડાયો છે. 3 દિવસ પૂર્વે જ અજયસિંહ અને વિજયસિંહ સાથે બબાલ થઈ હતી જેમાં સમાધાન થઈ ગયા બાદ પણ અદાવત રાખી ખુની હુમલો કરાયો છે.

સંત આત્મ સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખીને તેઓ ગુમ થઈ ગયા

એક તરફ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે એ દરમિયાન પરિક્રમા વાસીઓની સેવા કરતા સંત આત્મ સદાનંદ મહારાજે અન્ય સાધુ પર ધનેશ્વર મહાદેવ મંદિરમાં ગેરકાયદેસર કબજાના આક્ષેપ સાથે તેઓ આત્મવિલોપનની ચિઠ્ઠી લખીને તેઓ ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ છે.

આ પણ વાંચો: Rashifal 7 April 2025: આ રાશિના લોકોને શશિ યોગથી વિશેષ લાભ મળશે, જાણો આજનું રાશિફળ

Tags :
Advertisement

.

×