Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 1 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

વિરમગામ વોર્ડ નંબર 1ના ભોજવા વિસ્તારમાં કાઉન્સિલરોનો જાહેરમાં પ્રજાએ ઉધડો લીધો છે. જેમાં ગટરના દુષિત પાણીથી પ્રજા ત્રાહિમામ
gujarati top news   આજે 1 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 1 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : વિરમગામ વોર્ડ નંબર 1ના ભોજવા વિસ્તારમાં કાઉન્સિલરોનો જાહેરમાં પ્રજાએ ઉધડો લીધો છે. જેમાં ગટરના દુષિત પાણીથી પ્રજા ત્રાહિમામ થઇ તથા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ પર ફસાયેલા ટેન્કરને પોરબંદરની એજન્સી ઉતારશે તેમજ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જફ્રેમ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 5થી વધુ વખત ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી છે તથા ગાંધીનગરમાં રિલના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો છે. જેમાં ફતેપુરા ગામ પાસે સાબરમતીમાં યુવક ડૂબી ગયો તેમજ અમરેલીમાં એક જ વિકાસકાર્યનું બબ્બેવાર ખાતમુહૂર્ત! ધારીના ગીગાસણ ગામમાં AAP કાર્યકરોનું કારસ્તાન સામે આવ્યું છે તથા સિંગર દર્શન રાવલ મા અંબાના શરણે પહોંચ્યા છે. જેમાં પરિવાર સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

વિરમગામ વોર્ડ નંબર 1ના ભોજવા વિસ્તારમાં કાઉન્સિલરોનો જાહેરમાં પ્રજાએ ઉધડો લીધો

વિરમગામ વોર્ડ નંબર 1ના ભોજવા વિસ્તારમાં કાઉન્સિલરોનો જાહેરમાં પ્રજાએ ઉધડો લીધો છે. જેમાં ગટરના દુષિત પાણીથી પ્રજા ત્રાહિમામ થઇ છે. તેમાં વિરમગામ નગરપાલિકાની લાલીયાવાડી સામે આવી છે. વિરમગામ વોર્ડ નંબર 1 માં અનેક રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. કાઉન્સિલરોને અનેક રજુઆત કરવા છતાં નઘરોળ તંત્ર કોઈ કામગીરી કરતું નથી. કામગીરી ના થતા પ્રજાએ જાહેરમાં કાઉન્સિલરોને ઉધડો લીધો છે.

Advertisement

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ પર ફસાયેલા ટેન્કરને પોરબંદરની એજન્સી ઉતારશે. પોરબંદરની મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કામ કરશે. કેતન ગજ્જર અને તેની ટીમ ટેન્કર ઉતારવાનું કામ કરશે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જફ્રેમ થવાની શક્યતા

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જફ્રેમ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 5થી વધુ વખત ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી છે. કેટલાક આરોપીઓએ હજુ પણ વકીલ રોક્યા નથી. આરોપીએ વકીલ ન રોકતા કોર્ટે સમય આપ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશનથી મોત થયા હતા.

ગાંધીનગરમાં રિલના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો

ગાંધીનગરમાં રિલના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો છે. જેમાં ફતેપુરા ગામ પાસે સાબરમતીમાં યુવક ડૂબી ગયો છે. તેમાં નદી કિનારે રિલ બનાવવા પાંચ યુવકો ગયા હતા. જેમાં વીડિયોગ્રાફી દરમિયાન પગ લપસતા ઘટના બની છે. ત્યારે પાંચેય યુવકો સાબરમતી નદીમાં પડ્યા હતા. જેમાં ચાર મિત્રોને બચાવી લેવાયા છે અને એક યુવકનું મોત થયુ છે.

અમરેલીમાં એક જ વિકાસકાર્યનું બબ્બેવાર ખાતમુહૂર્ત!

અમરેલીમાં એક જ વિકાસકાર્યનું બબ્બેવાર ખાતમુહૂર્ત! ધારીના ગીગાસણ ગામમાં AAP કાર્યકરોનું કારસ્તાન સામે આવ્યું છે. ભાજપના નેતા પહોંચે તે પહેલા જ આપે ખાતમુહૂર્ત કર્યું છે. ગામના જ વડીલોના હસ્તે AAPએ ખાતમુહૂર્ત કરાવી દીધું છે. બાદમાં ધારાસભ્ય જે.વી. કાકડિયાએ ફરી ખાતમુહૂર્ત કર્યું હતુ. જેમાં ગીગાસણમાં 1.20 કરોડના ખર્ચે સુવિધાપથ બનવાનો છે.

સિંગર દર્શન રાવલ મા અંબાના શરણે પહોંચ્યા

સિંગર દર્શન રાવલ મા અંબાના શરણે પહોંચ્યા છે. જેમાં પરિવાર સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. એક જ અઠવાડીયામાં બે ગીતો સુપરહિટ થયા છે. જેમાં મોરની અને ધડક બંને ગીતો સુપરહિટ થતા ભવ્ય સફળતા મળતાં માતાજી માતાના ચરણોમાં પહોંચ્યા છે.

Tags :
Advertisement

.

×