Gujarati Top News : આજે 11 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 11 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. જેમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા છે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની મુલાકાતે આવશે. જેમાં સૌ પ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરશે તેમજ રાજ્યમાં શિક્ષક સહાયકની ભરતીને લઈ વિરોધ છે. ઉમેદવારો આજે ગાંધીનગરમાં આવી વિરોધ નોંધાવશે તથા મેન્યુઅલ સ્કેવેન્જિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા સરકાર પાસે બ્લુપ્રિન્ટ માંગી તેમજ કચ્છના રાપર તાલુકાના ઉમિયા ગામે બાળક બોરવેલમાં પડ્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર
આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. જેમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા છે. તેમજ ભોળાને ભજવાનો અનેરો અવસર છે. શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. ગુજરાતના પ્રસિદ્ધ શિવાલય સોમનાથ, નાગેશ્વરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની મુલાકાતે આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની મુલાકાતે આવશે. જેમાં સૌ પ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરશે. તથા વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે. તથા CM વડનગરમાં ટ્રાન્સપોર્ટેશન હબની સમીક્ષા કરશે.
રાજ્યમાં શિક્ષક સહાયકની ભરતીને લઈ વિરોધ
રાજ્યમાં શિક્ષક સહાયકની ભરતીને લઈ વિરોધ છે. ઉમેદવારો આજે ગાંધીનગરમાં આવી વિરોધ નોંધાવશે. ધોરણ 9 થી 12 માં શિક્ષક સહાયકની ભરતીમાં સમાવવાની માગ છે. વધુ રાઉન્ડ બહાર પાડી બાકી ઉમેદવારોને સમાવવાની માગ છે.
મેન્યુઅલ સ્કેવેન્જિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે
મેન્યુઅલ સ્કેવેન્જિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા સરકાર પાસે બ્લુપ્રિન્ટ માંગી છે. તથા સફાઈકર્મીઓના મૃત્યુ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે વળતરની રકમ અંગે વિગતો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. કોન્ટ્રાક્ટરો સામે લેવાયેલા પગલા અંગે રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ છે. સરકાર આ મુદે શું જવાબ રજૂ કરે છે તે મહત્વનું છે.
કચ્છના રાપર તાલુકાના ઉમિયા ગામે બાળક બોરવેલમાં પડ્યું
કચ્છના રાપર તાલુકાના ઉમિયા ગામે બાળક બોરવેલમાં પડ્યું હતુ. બોરવેલમાં પડી ગયેલ બાળકને ગ્રામજનોએ બચાવી લીધો છે. ભારે જહેમત બાદ બોરવેવમાં પડેલ બાળકને બચાવી લેવાયો છે. તેમજ બોરવેલથી બાળકોને દૂર રહેવા સ્થાનિકોએ સલાહ આપી છે.


