Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 12 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થશે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન
gujarati top news   આજે 12 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 12 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થશે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ તેમજ રાજકોટ રીબડા ફાયરિંગ કેસમાં મોટી સફળતા મળી છે. જેમાં કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ થઈ તથા વાપીના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી તેમજ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી વિરોધનો વંટોળ છે. કોંગ્રેસના નેતા અને વાંસદના ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી

BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થશે. જેમાં હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર સુનાવણી હાથ ધરાશે. ગત સુનાવણીમાં સરકારી વકીલે જવાબ રજુ કરવા સમય માગ્યો હતો. તેમજ 8 મહિનાથી સાબરમતી જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા બંધ છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં સવારે 8.30 કલાકે બહુમાળી ભવન ચોકથી પ્રારંભ થશે. તેમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રાનો પ્રારંભ થશે. જ્યુબલી ગાર્ડનમાં ગાંધીબાપુની પ્રતિમા પર યાત્રા પૂર્ણ થશે. તથા CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમત્રી હર્ષ સંઘવી હાજર રહી શકે છે.

રાજકોટ રીબડા ફાયરિંગ કેસમાં મોટી સફળતા મળી

રાજકોટ રીબડા ફાયરિંગ કેસમાં મોટી સફળતા મળી છે. જેમાં કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિક સિંહને દબોચી લીધો છે. અગાઉ ઈરફાન ઉર્ફે સીપા કુરેશીની ધરપકડ થઈ હતી. તથા અભિષેક અગ્રવાલ, પ્રાંશુ અગ્રવાલની પણ થઈ હતી. જેમાં વિપિનકુમાર જાટની પણ અગાઉ ધરપકડ થઈ ચુકી છે.

વાપીના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી

વાપીના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો છે. 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે છે. આગ વધુ પ્રસરતા 10થી વધુ ગોડાઉન આગની ચપેટમાં આવ્યા છે. જેમાં મોડી રાત્રીથી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ કરાયો છે.

તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી વિરોધનો વંટોળ

તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી વિરોધનો વંટોળ છે. કોંગ્રેસના નેતા અને વાંસદના ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા છે. ડાંગના રંભાસ ખાતે અનંત પટેલ ગ્રામજનો સાથે બેઠક કરશે. ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની નદીઓને જોડવાની યોજના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ 2022 માં ગાજ્યા બાદ સરકારે પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ હાલમાં લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી આક્રમકતા બતાવી 14 ઓગસ્ટથી આંદોલનની તૈયારી કરી છે.

આ પણ વાંચો: Rashifal 12 August 2025: આ રાશિના લોકો માટે શુભ દિવસ, કેન્દ્ર યોગનો મળશે લાભ

Tags :
Advertisement

.

×