Gujarati Top News : આજે 13 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 13 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે. જેમાં કાર્ગો એરપોર્ટથી લઈને બે કિલોમીટર સુધી તિરંગા યાત્રા યોજાશે તથા ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. લાફાકાંડમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે તેમજ અમદાવાદમાં બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શહેર ટ્રાફિક પોલીસ અને મનપા વિશેષ સોગંદનામુ રજૂ કરશે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. હર ઘર તિરંગા અભિયાન અને 15મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે ચર્ચા થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે
અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે. જેમાં કાર્ગો એરપોર્ટથી લઈને બે કિલોમીટર સુધી તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાશે. આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ જોડાશે. તથા શહેર ભાજપના હોદ્દેદારો અને નાગરિકો તિરંગા યાત્રામાં જોડાશે.
ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે
ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. લાફાકાંડમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે. તથા ભાજપ નેતા સંજય વસાવા સાથે ઝપાઝપી બાદ મામલો બિચક્યો હતો. જેમાં લાફાકાંડ બાદ પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી
અમદાવાદમાં બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે
અમદાવાદમાં બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શહેર ટ્રાફિક પોલીસ અને મનપા વિશેષ સોગંદનામુ રજૂ કરશે. એક સપ્તાહમાં શું કાર્યવાહી કરાઈ તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાઓ અને રોંગ સાઇડ વાહન મુદ્દે અહેવાલ રજૂ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. હર ઘર તિરંગા અભિયાન અને 15મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે ચર્ચા થશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને ખાતરની ઉપલબ્ધતા સંદર્ભે પણ ચર્ચા થશે. તથા NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ સંદર્ભે પણ ધ્યાન દોરવામાં આવશે. રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિવિષયક નિર્ણયો સંદર્ભે બેઠકમાં ચર્ચા થશે.


