Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 14 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે
gujarati top news   આજે 14 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 14 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તથા રાજ્યના નાણા વિભાગ દ્વારા રાજય વેરા અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ તેમજ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટેનો પ્રસ્તાવ મુકાયો તથા જાણીતી બ્રાન્ડની નકલી બીડીનો વેપલો, 46 ડુપ્લીકેટ બાંધા સાથે આરોપીની ધરપકડ તેમજ ગઢડા પોલીસે જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે આરોપી આમદભાઈ જીનાણી પાસેથી ડુપ્લીકેટ બીડીના 46 બાંધા જપ્ત કર્યા તથા પોરબંદર પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી વરસાદનું જોર વધશે. રાજ્યમાં ફરી વરસાદની નવો રાઉન્ડ શરૂ થશે. 14 ઓગસ્ટથી 19 ઓગસ્ટ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે. અત્યારે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર સિસ્ટમ, મોન્સન ટ્રફ, ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ એમ કુલ 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાશે.

Advertisement

રાજ્યના નાણા વિભાગ દ્વારા રાજય વેરા અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ

રાજ્યના નાણા વિભાગ દ્વારા રાજય વેરા અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ અપાયા છે. જેમાં 28 સહાયક વેરા કમિશનર વર્ગ 1 ની બદલીના આદેશ કરાયા છે. તથા 30 વેરા અધિકારી વર્ગ-૨ ને બઢતી સાથે બદલીના આદેશ છે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટેનો પ્રસ્તાવ મુકાયો

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ બુધવારે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતની બિડને મંજૂરી આપી દીધી. આ મંજૂરી સ્પેશિયલ જનરલ મિટિંગ (SGM)માં આપવામાં આવી હતી. ભારતે માર્ચમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ સમિટનું આયોજન કર્યું હતું. હવે ભારતે 31 ઓગસ્ટ સુધીમાં ફાઈનલ બિડિંગ પ્રસ્તાવ સમિટ સબ્મિટ કરવાનો રહેશે. કેનેડાએ પોતાનું નામ પાછું ખેંચી લેતાં ભારતની આ ઇવેન્ટનું આયોજન કરવાની શક્યતા વધી ગઈ છે. થોડા દિવસો પહેલાં કોમનવેલ્થ ગેમ્સની એક ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી, જેમાં ગેમ્સ ડિરેક્ટર ડેરેન હોલ પણ સામેલ હતા.

જાણીતી બ્રાન્ડની નકલી બીડીનો વેપલો, 46 ડુપ્લીકેટ બાંધા સાથે આરોપીની ધરપકડ

ગઢડા પોલીસે જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે આરોપી આમદભાઈ જીનાણી પાસેથી ડુપ્લીકેટ બીડીના 46 બાંધા જપ્ત કર્યા છે. આરોપી જાણીતી ચારભાઇ બીડીના નામે ડુપ્લીકેટ બીડીનો વેપાર કરતો હતો. ગઢડા પોલીસે ગોપનીય માહિતીના આધારે દરોડા પાડી જીનનાકા વિસ્તારમાંથી આમદભાઈ જીનાણી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોરબંદર પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ

પોરબંદર પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ ચાલી રહી છે. યોગ પ્રદર્શન, હ્યુમન રાઈફલ ડ્રિલ, રાષ્ટ્રીય ભાવના જાગૃત કરનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, અદ્ભુત મોટરસાયકલ સ્ટંટ, શાનદાર ડોગ શો અને અશ્વ શોનો સમાવેશ થાય છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા કલકેટર તથા જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજી સમગ્ર વિગતો જાહેર કરી હતી.

Tags :
Advertisement

.

×