Gujarati Top News : આજે 19 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 19 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યના માજી સૈનિકો આજે ફરી આંદોલન કરશે. નિવૃત આર્મીના જવાનોની આજે ગાંધીનગરમાં રેલી તથા સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો પૂર્ણ થયો છે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલો 5 દિવસનો લોકમેળો પૂર્ણ થયો તેમજ અમદાવાદના શાસ્ત્રીનગરમાં યુવતીએ આપઘાત કર્યો છે. જેમાં સરદાર પટેલ આવાસના 14માં માળેથી કુદીને યુવતીએ આપઘાત કર્યો તથા સુરત કામરેજમાં આજે ખેડૂતોનું સંમેલન યોજાશે. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા સંમેલનનું આયોજન જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજ્યના માજી સૈનિકો આજે ફરી આંદોલન કરશે
રાજ્યના માજી સૈનિકો આજે ફરી આંદોલન કરશે. નિવૃત આર્મીના જવાનોની આજે ગાંધીનગરમાં રેલી છે. જેમાં ગાંધીનગરમાં માજી સૈનિક અધિકાર મહારેલી યોજાશે. સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમાં 10 ટકા અનામતની જગ્યાઓ ભરવા માગ છે. 40 ટકા કટઓફ દૂર કરવાની પણ માગણી કરાઈ છે. તથા રાજ્યના 3થી 4 હજાર માજી સૈનિકો રેલીમાં જોડાશે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો પૂર્ણ થયો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો પૂર્ણ થયો છે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલો 5 દિવસનો લોકમેળો પૂર્ણ થયો છે. 5 દિવસમાં મેળામાં 14 લાખ લોકોએ મુલાકાત લીધી છે. મેળો શાંતિપૂર્ણ અને આયોજનબદ્ધ પૂર્ણ થતા તંત્રને હાશકારો થયો છે. મેળામાં પોલીસ વિભાગ અને મનપા તંત્ર ખડેપગે રહ્યું હતુ. તથા રાજકોટ જિલ્લા કલેક્ટરે પોલીસ, મનપાનો આભાર માન્યો છે.
અમદાવાદના શાસ્ત્રીનગરમાં યુવતીએ આપઘાત કર્યો
અમદાવાદના શાસ્ત્રીનગરમાં યુવતીએ આપઘાત કર્યો છે. જેમાં સરદાર પટેલ આવાસના 14માં માળેથી કુદીને યુવતીએ આપઘાત કર્યો છે. યુવતી અન્ય જગ્યાએથી આવી આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ઘાટલોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત કામરેજમાં આજે ખેડૂતોનું સંમેલન યોજાશે
સુરત કામરેજમાં આજે ખેડૂતોનું સંમેલન યોજાશે. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા સંમેલનનું આયોજન છે. પાવરગ્રીડની છેતરપિંડી સામે લડત લડી રહ્યા છે. ગલતેશ્વર મંદિર ખાતે ખેડૂત સંમેલન યોજાશે. તથા સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
આ પણ વાંચો: Rashifal 19 August 2025: આ રાશિ માટે આજે શુભ દિવસ, વેશી યોગથી મળશે લાભ


