Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 20 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : અમરેલીના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર બનતા 3 બોટો દરિયામાં ડૂબી છે
gujarati top news   આજે 20 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 20 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમરેલીના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર બનતા 3 બોટો દરિયામાં ડૂબી છે તથા રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે તેમજ તાપી-પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આજે મહારેલી છે. આદિવાસી સમાજ પોલીસ દમનના વિરોધમાં રેલી કરશે અને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધી કાર્યક્રમ યોજાશે તથા જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની આજથી શરૂઆત જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમરેલીના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર બનતા 3 બોટો દરિયામાં ડૂબી

અમરેલીના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર બનતા 3 બોટો દરિયામાં ડૂબી છે. જાફરાબાદની 2 બોટ અને ઉનાના રાજપરા ગામની 1 બોટ દરિયામાં ડૂબી છે. જાફરાબાદની જય તાત્કાલિક, દેવકીનંદન બોટો ડૂબી તથા ઊનના રાજપરાની મુરલીધર બોટ ડૂબી છે. ત્રણેય બોટ ના 16 ખલાસીઓનો બચાવ થયો છે. જેમાં 11 જેટલા ખલાસીઓ હજુ દરિયામાં લાપતા છે. મોડી રાત્રે ધારાસભ્ય હીરા સોલંકી 4 જેટલા બચી ગયેલા ખલાસીઓને લઈને જાફરાબાદ હોસ્પિટલ પહોંચેલ છે. અમરેલીનું વહીવટી તંત્ર જાફરાબાદ ખાતે પહોંચશે. તથા હીરા સોલંકીએ જણાવ્યું છે કે સરકાર સતત ચિંતિત છે જેમાં માછીમાર સમાજમાં ચિંતાની લાગણીઓ છે.

Advertisement

રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અસામાજિક તત્વોનો આતંક

રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ચાલુ બસમાં પથ્થરમારો કર્યો છે. જૂનાગઢથી સુરત જતી 6 થી 7 બસમાં પથ્થરમારો કર્યો છે. પથ્થરમારા દરમિયાન એક ડ્રાઇવરને ઇજા પહોંચી છે. તેમજ 108 મારફતે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઘટનાને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે.

તાપી-પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આજે મહારેલી

તાપી-પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આજે મહારેલી છે. આદિવાસી સમાજ પોલીસ દમનના વિરોધમાં રેલી કરશે. ધરમપુર ખાતે જઈ રહેલા લોકો સાથે પોલીસે દમન કરતા વિરોધ થયો છે. વઘઈ પોલીસે વિરોધકર્તાઓને અટકાવી દમન કર્યુ હોવાનો આરોપ છે.
પોલીસ દમનના વિરોધમાં આદિવાસી સમાજ આક્રોશ રેલી યોજશે. જેમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલી યોજાશે. પોલીસના દમન સામે જનાઆક્રોશ રેલીથી અવાજ ઉઠાવશે.

જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની આજથી શરૂઆત

જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની આજથી શરૂઆત થઇ છે. 20 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી પર્વ ચાલશે. 9 દિવસ માંસ-મટનના વેચાણ કરતી દુકાનો બંધ રાખવા માગ કરવામાં આવી છે. જૈન સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી છે. ગુજરાતમાં દરેક સ્થળે કતલખાનાઓ બંધ રાખવા માગ કરી છે. ગુજરાત સરકારના જાહેરનામાનો અમલ થાય તેવી માગ કરાઈ છે. જૈન સમાજની માગણી પર સરકારે સમર્થન આપ્યુ છે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધી કાર્યક્રમ યોજાશે

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધી કાર્યક્રમ યોજાશે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓ હાજર રહેશે. બપોરે 12 વાગે સહકારથી સમૃદ્ધીનો કાર્યક્રમ યોજાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કાર્યક્રમમાં હાજરી આપશે. તથા દિલિપ સંઘાણી તથા અશોક ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેશે.

Tags :
Advertisement

.

×