Gujarati Top News : આજે 22 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 22 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કચ્છના આદિપુરમાં મોટી દુર્ઘટના ટળી છે. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે 3 વિજપોલ તૂટ્યા તથા કચ્છમાં 7 મિનિટના અંતરમાં ભૂકંપના બે આંચકા આવ્યા છે. 3.4 અને 2.7 ની તીવ્રતાના આંચકા આવ્યા અને રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી તથા વનતારામાંથી 33 ચિત્તલ બરડા અભયારણમાં છોડાયા છે. પોરબંદરના બરડાની જૈવ વિવિધતાને સમૃદ્ધ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો તેમજ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં મણીનગર વિસ્તારની શાળાઓ આજે પણ બંધ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કચ્છના આદિપુરમાં મોટી દુર્ઘટના ટળી
કચ્છના આદિપુરમાં મોટી દુર્ઘટના ટળી છે. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે 3 વિજપોલ તૂટ્યા છે. તેમાં શાળા છૂટવાના 5 મિનિટ પહેલા આ બનાવ બન્યો છે. જેમાં દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
કચ્છમાં 7 મિનિટના અંતરમાં ભૂકંપના બે આંચકા આવ્યા
કચ્છમાં 7 મિનિટના અંતરમાં ભૂકંપના બે આંચકા આવ્યા છે. 3.4 અને 2.7 ની તીવ્રતાના આંચકા આવ્યા છે. કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે થોડી મિનિટોમાં બે આંચકા નોંધાયા છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક આંચકા નોંધાયા છે. પ્રથમ આંચકો 3.4 તીવ્રતાનો 10:12 મિનિટે ભચાઉથી 20 કીમી દૂર નોંધાયો છે. બીજો આંચકો 2.7 તીવ્રતાનો 10:19 સમયે રાપરથી 19 કીમી દૂર નોંધાયો છે.
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થશે. તથા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે. તેમજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે. 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે છે. તેમજ પાટણ, સમી હારીજ, પાટડી દસાડામાં પણ વરસાદની શક્યતા છે. તથા માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધંધુકા અને ધોળકામાં વરસાદ થશે. સાથે જ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
વનતારામાંથી 33 ચિત્તલ બરડા અભયારણમાં છોડાયા
વનતારામાંથી 33 ચિત્તલ બરડા અભયારણમાં છોડાયા છે. પોરબંદરના બરડાની જૈવ વિવિધતાને સમૃદ્ધ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. એશિયાઈ સિંહની ઘર વાપસી બાદ વન્યપ્રાણીઓનો વસવાટ વધારાશે. 'વનતારા' વિશ્વનું સૌથી મોટું અને ભારતનું એકમાત્ર પ્રાણી વન્યજીવન ક્વોરેન્ટાઇન સેન્ટર છે. તે વિશ્વનું સૌથી મોટું ચિત્તા બચાવ કેન્દ્ર છે અને તેમાં અનુભવી વન્યજીવ પશુચિકિત્સકો, પશુચિકિત્સા નર્સો અને ચિત્તાની સંભાળ અને સંવર્ધનમાં નિષ્ણાત પ્રાણીઓની સંભાળ રાખનારાઓની એક ટીમ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં મણીનગર વિસ્તારની શાળાઓ આજે પણ બંધ રહેશે. મણીનગર અને ખોખરાના શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે. વાલીઓને શુક્રવારે રજા બાબતે જાણકારી આપવામાં આવી છે. અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. એ બાદ (21 ઓગસ્ટ) યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત VHPના એલાનને પગલે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખવામાં આવ્યા હતા. મણિનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ હતી.આ સ્થિતિને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે બપોરે પોલીસે સ્થિતિ સંભાળી લીધી અને મામલો શાંત પડી ગયો હતો.
આ પણ વાંચો: Rashifal 22 August 2025 : આજે રચાતા ગૌરી યોગમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ


