Gujarati Top News : આજે 24 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 24 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : નવસારીમાં કોળી સમાજ મેદાને ઉતરશે. જેમાં પડતર પ્રશ્નોને લઈ રેલી, જાહેરસભા કરશે તથા સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ફરાર આરોપી ઝડપાયો છે. પોસ્કોનો આરોપી શુભમ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો તેમજ ખાતરની અછત વચ્ચે રાજ્યમાં કાળાબજારિયા બેફામ થયા છે. સુરતમાં સરકારી સબસિડીવાળા ખાતરનો જથ્થો જપ્ત કરાયો છે અને કચ્છના કોરિક્રિક નજીક 15 પાકિસ્તાની ઝડપાયા છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઝડપાયા છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
નવસારીમાં કોળી સમાજ મેદાને ઉતરશે
નવસારીમાં કોળી સમાજ મેદાને ઉતરશે. જેમાં પડતર પ્રશ્નોને લઈ રેલી, જાહેરસભા કરશે. જેમાં કોળી સમાજ યુવા સંગઠને આગેવાની લીધી છે. તથા તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો હાજર રહેશે.
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ફરાર આરોપી ઝડપાયો
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ફરાર આરોપી ઝડપાયો છે. પોસ્કોનો આરોપી શુભમ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો. તેમાં ચોક બજાર અને ખટોદરા પોલીસને સફળતા મળી છે. શુભમ ઉર્ફે ડોનને સિંગણપોર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ખાતરની અછત વચ્ચે રાજ્યમાં કાળાબજારિયા બેફામ થયા
ખાતરની અછત વચ્ચે રાજ્યમાં કાળાબજારિયા બેફામ થયા છે. સુરતમાં સરકારી સબસિડીવાળા ખાતરનો જથ્થો જપ્ત કરાયો છે. બારડોલીના નાંદેડામાં મિલમાંથી યુરિયા ખાતર પકડાયું છે. તેમજ વૈભવી ટેક્ષ ફેબવેલી પ્રા.લિ.ના ગોડાઉનમાંથી ખાતર પકડાયું છે. ખેતી નિયામકે સબસિડીયુક્ત ખાતરની 999 બેગ પકડી પાડી છે. 2.95 લાખની કિંમતનું ખાતર જપ્ત, આરોપી સામે ગુનો દાખલ થયો છે. વૈભવી ટેક્ષના ડાયરેક્ટર સંદીપ ચોક્સી સામે ગુનો નોંધાયો છે. તથા અવંતા સેલ્સ ઈન્ડિયા અમદાવાદ તેમજ જવાબદારો સામે ગુનો દાખલ થયો છે. કારણ કે અવંતા સેલ્સ ઈન્ડિયા અમદાવાદમાંથી ખાતરનો જથ્થો આવ્યો હતો.
કચ્છના કોરિક્રિક નજીક 15 પાકિસ્તાની ઝડપાયા
કચ્છના કોરિક્રિક નજીક 15 પાકિસ્તાની ઝડપાયા છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઝડપાયા છે. તમામ માછીમારોને દરિયા કિનારે લઈ આવવા તજવીજ હાથ ધરાઇ છે. પાકિસ્તાની ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.
આ પણ વાંચો: Rashifal 24 August 2025 : આજે રચાયો છે વસુમાન યોગ અને લક્ષ્મી નારાયણ યોગનો સુભગ સમન્વય


