Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 25 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, PM મોદી આજે સાંજે 5.45 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે
gujarati top news   આજે 25 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 25 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજકોટમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના બની છે. જેમાં કોર્ટના નિવૃત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી 88 લાખ રૂપિયા પડાવી લેવાયા તથા અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના SG હાઇવે પર હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો તથા બનાસકાંઠાના અંબાજીમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ આવ્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. PM મોદી આજે સાંજે 5.45 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે તથા રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તથા ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજકોટમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના બની

રાજકોટમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના બની છે. જેમાં કોર્ટના નિવૃત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી 88 લાખ રૂપિયા પડાવી લેવાયા છે. તથા દિનેશ દેલવાડિયાને મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ગુનામાં જેલ ભેગા કરવા ધમકી આપી નાણાં પડાવ્યા હતા. 11 જેટલા અલગ અલગ બેંક ખાતામાં 88 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના SG હાઇવે પર હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. તથા વરસાદી વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ છે.

બનાસકાંઠાના અંબાજીમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ આવ્યો

બનાસકાંઠાના અંબાજીમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ આવ્યો છે. જેમાં સોસાયટી અને ધર્મશાળામાં વરસાદી પાણી ઘુસ્યા છે. તથા જાહેર માર્ગો પર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. ભક્તો ઘૂંટણસમા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ પાણીમાં ડૂબી ગયો છે. અંબાજીના મુખ્ય બજારમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. PM મોદી આજે સાંજે 5.45 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે. નિકોલ ખાતેની જનસભાને સંબોધિત કરી રાજભવન જશે. તથા ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. 26 ઓગસ્ટે હાંસલપુર ખાતે કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે. 12 વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે. તથા 12.45 વાગે પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે શકયતા છે.

ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે

ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા મહત્વની બેઠક મળશે. સવારે 11 કલાકે કમલમમાં અગત્યની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ભાજપના તમામ MLA આ બેઠકમાં હાજર રહેશે. તથા જિલ્લા-શહેર ભાજપ પ્રમુખ, પ્રભારીને બેઠકમાં હાજર રહેવા સૂચના છે. 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે બેઠક થશે.

આ પણ વાંચો: Rashifal 25 August 2025: આ રાશિના લોકોને આજે અનાપા યોગથી સર્વાંગી લાભ સાથે ઇચ્છિત સફળતા મળશે

Tags :
Advertisement

.

×