Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 26 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે જેમાં આજે બીજા દિવસે PM બહુચરાજી સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત કરશે
gujarati top news   આજે 26 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 26 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં આજે બીજા દિવસે PM બહુચરાજી સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત કરશે તથા અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવક વધી છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થશે તથા હંગામી બિનખેતી દાખલ થવાના કિસ્સામાં મહેસુલ વિભાગનો નિર્ણય જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા

PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં આજે બીજા દિવસે PM બહુચરાજી સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત કરશે. જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું PM Modi ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે. લીથીયમ બેટરી પ્લાન્ટનું પણ PM ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલ, જાપાન અને ઇન્ડિયાના એમ્બેસેડર Keiichi One પણ ઉપસ્થિત રહેશે. આજે વહેલી સવારે 9:30 થી 1 વાગ્યા સુધી PM મારુતિ સુઝુકી પ્લાન્ટમાં હાજરી આપશે.

Advertisement

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવક વધી છે. તથા વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં જળસ્તર 188.330 મીટર પહોંચ્યું છે. સાબરમતી નદીમાંથી 52 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થશે

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થશે. જેમાં સુરેન્દ્રનગરના થાન તાલુકામાં 4 દિવસ સુધી મેળો યોજાશે. સવારે 9:30 કલાકે તરણેતરના મેળાને ખુલ્લો મુકવામાં આવશે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા હાજર રહેશે. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના આગવાનો હાજર રહેશે. ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા, અર્ચના, આરતી કરી મેળાને ખુલ્લો મુકાશે. પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ધાટન પણ કરવામાં આવશે.

હંગામી બિનખેતી દાખલ થવાના કિસ્સામાં મહેસુલ વિભાગનો નિર્ણય

હંગામી બિનખેતી દાખલ થવાના કિસ્સામાં મહેસુલ વિભાગનો નિર્ણય. જેમાં રીન્યુએબલ એનર્જી માટે 30 વર્ષના ગાળા માટે અપાતી બિનખેતીને લઈ નિર્ણય કરાયો છે. તેમાં હંગામી બિનખેતી લીઝ પૂર્ણ થતા અથવા રદ્દ થતા નોંધ કરી શકાશે. હંગામી પરવાનગીની જગ્યા સિવાય બિનખેતી માટે નિયમોનુસાર કાર્યવાહી કરાશે.

Tags :
Advertisement

.

×