Gujarati Top News : આજે 27 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઇ છે. જેમાં વાજતે ગાજતે વિઘ્નહર્તાના વધામણા કરાશે તથા જુનાગઢ માંગરોળના ગોરેજ ગામે કોઝવે તૂટ્યો છે. કોઝવે તૂટી જતા હજારો સ્થાનિકો હેરાન પરેશાન થયા છે તેમજ ગીર સોમનાથ એક્ટર અને મોડેલ પૂજા પ્રજાપતિ સામે FIR થઇ છે. જેમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં પૂજા પ્રજાપતિ સામે ફરિયાદ તથા અમરેલીમાં ગૌચર પર દબાણથી પશુપાલકો ભારે પરેશાન છે. સાવરકુંડલાના સીમરણની સીમમાં ગૌચર પર મોટાપાયે દબાણ થયુ તેમજ અમદાવાદ NSUIના કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદ શહેર NSUI પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ થઇ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઇ
ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઇ છે. જેમાં વાજતે ગાજતે વિઘ્નહર્તાના વધામણા કરાશે. ગણેશજીની મૂર્તિની ધામધૂમથી સ્થાપના થશે. ઘર, પંડાલોમાં ગણપતિ બાપ્પા બિરાજમાન થશે.
જુનાગઢ માંગરોળના ગોરેજ ગામે કોઝવે તૂટ્યો
જુનાગઢ માંગરોળના ગોરેજ ગામે કોઝવે તૂટ્યો છે. કોઝવે તૂટી જતા હજારો સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. શાળાના બાળકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2017થી કોઝવેની આ જ હાલત હોવાનો દાવો છે. ખેડૂતો પોતાના ખર્ચે દર વર્ષે રિપેરિંગ કરાવી રહ્યા છે. સ્થાનિકોએ રાજકીય આગેવાનોને આડેહાથ લીધા છે. રાજકીય આગેવાનો માત્ર વાયદા જ કરતા હોવાનો દાવો છે.
ગીર સોમનાથ એક્ટર અને મોડેલ પૂજા પ્રજાપતિ સામે FIR થઇ
ગીર સોમનાથ એક્ટર અને મોડેલ પૂજા પ્રજાપતિ સામે FIR થઇ છે. જેમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં પૂજા પ્રજાપતિ સામે ફરિયાદ થઇ છે. ઝમઝીર ધોધ નજીક પ્રતિબંધિત વિસ્તારમાં રીલ બનાવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે તપાસના આદેશ આપ્યા હતા.
અમરેલીમાં ગૌચર પર દબાણથી પશુપાલકો ભારે પરેશાન
અમરેલીમાં ગૌચર પર દબાણથી પશુપાલકો ભારે પરેશાન છે. સાવરકુંડલાના સીમરણની સીમમાં ગૌચર પર મોટાપાયે દબાણ થયુ છે. તેમાં ગૌચરની 1800 વીઘા જમીન પૈકી 1100 વીઘા જમીન પર દબાણ થયુ છે. બાકી રહેલા 700 વીઘામાંથી માત્ર 100 વીઘા જમીન જ ખાલી છે. જેમાં 600 વીઘા જમીન પર ગાંડા બાવળ ઉગી ગયેલા છે. પશુપાલકોએ સાવરકુંડલા કલેક્ટર, મામલદારને આવેદન આપ્યું છે. ગૌચર પર દબાણ કરનારા સામે કડક પગલાં લેવાની માગ કરી છે. અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
અમદાવાદ NSUIના કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદ NSUIના કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદ શહેર NSUI પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ થઇ છે. તેમાં ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલના ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી છે. સ્કૂલ ઉપર પહોંચી સ્ટાફને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે. ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


