Gujarati Top News : આજે 28 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 28 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર સુનાવણી થશે. જેમાં ભાજપ નેતા સંજય વસાવા સાથે ઝપાઝપી બાદ મામલો ઉગ્ર બન્યો તથા અમદાવાદના નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે તેમજ ગુજરાતમાં આગામી સમયમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થયુ છે. જેમાં ફિલ્મ કલાકારો અને ફિલ્મોને સન્માનિત કરતા એવોર્ડ સમારોહ થશે તથા શિક્ષણ વિભાગનો વધુ એક વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપતા વિવાદ થયો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર સુનાવણી થશે
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર સુનાવણી થશે. જેમાં ભાજપ નેતા સંજય વસાવા સાથે ઝપાઝપી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઘટના બાદ ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે.
અમદાવાદના નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો
અમદાવાદના નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે. ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
ગુજરાતમાં આગામી સમયમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થયુ
ગુજરાતમાં આગામી સમયમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થયુ છે. જેમાં ફિલ્મ કલાકારો અને ફિલ્મોને સન્માનિત કરતા એવોર્ડ સમારોહ થશે. ફિલ્મફેર એવોર્ડ્સને લઈ ગાંધીનગર ખાતે MOU થશે. CM ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુ બેરા હાજર રહેશે. તથા ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહર, અભિનેતા વિક્રાંત મેસી ઉપસ્થિત રહેશે.
શિક્ષણ વિભાગનો વધુ એક વિવાદિત નિર્ણય સામે આવ્યો
શિક્ષણ વિભાગનો વધુ એક વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપતા વિવાદ થયો છે. શિક્ષક દિન નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવા સૂચના છે. એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવા આદેશ છે. નગર શિક્ષણ સમિતિ, જિ. પં. હસ્તક પ્રાથમિક શાળાઓને આદેશ છે. માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ યુનિવર્સિટીને આદેશ છે. ફાળો એકત્ર કરવા બાબતે નિયંત્રણ અધિકારીને જવાબદારી સોંપાઈ છે.


