Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 29 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 29 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : સાબરકાંઠા હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડાશે તથા કચ્છમાં ભુજની સંસ્કાર કોલેજની બહાર યુવતી પર હુમલાની ઘટના મામલે પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના...
gujarati top news   આજે 29 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 29 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : સાબરકાંઠા હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડાશે તથા કચ્છમાં ભુજની સંસ્કાર કોલેજની બહાર યુવતી પર હુમલાની ઘટના મામલે પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો તેમજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જવાનોના ધરણા યોજાશે. જેમાં પેરામિલેટ્રી ફોર્સના જવાનોના ન્યાય ઓપેરશન અંતર્ગત ધરણા તેમજ ગાંધીનગરમાં ગુજકોમાસોલની વાર્ષિક સભા મળશે. CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહેશે તથા દુષ્કર્મ કેસના દોષિત આસારામની મુશ્કેલી વધી છે. જામીન પર રહેલા આસારામે જેલમાં જવું પડશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

સાબરકાંઠા હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે

સાબરકાંઠા હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડાશે. જેમાં ગુહાઈ ડેમમાંથી રાત્રી દરમિયાન પાણી છોડાશે. 12000 ક્યુસેક પાણી છોડવાને લઈ હાથમતી નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. ગુહાઈ ડેમ ઉપરાંત હાથમતી જળાશય પણ છલકાતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાશે. હિંમતનગર શહેરના કાંઠા વિસ્તાર સહિત કિનારાના ગ્રામ્ય વિસ્તારો એલર્ટ કરાયા છે. હાથમતી નદીના પાણી સાબરમતી નદીમાં પહોંચશે.

Advertisement

સંસ્કાર કોલેજની બહાર યુવતી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો

કચ્છમાં ભુજની સંસ્કાર કોલેજની બહાર યુવતી પર હુમલાની ઘટના મામલે પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મોહિત મૂળજીભાઈ સિધપુરા ઉંમર વર્ષ 22 રહે ગાંધીધામ ભારત નગરને રાઉન્ડઅપ કરી લીધો છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જવાનોના ધરણા યોજાશે

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જવાનોના ધરણા યોજાશે. જેમાં પેરામિલેટ્રી ફોર્સના જવાનોના ન્યાય ઓપેરશન અંતર્ગત ધરણા છે. BSF, ITBP, SSB, AR, CRPF, CISFના જવાનોનો વિરોધ કરશે. તથા શહીદ જવાનોના હક, સન્માન માટે ધરણા કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગરમાં ગુજકોમાસોલની વાર્ષિક સભા મળશે

ગાંધીનગરમાં ગુજકોમાસોલની વાર્ષિક સભા મળશે. CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ સભામાં હાજર રહેશે. જેમાં ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઈસ ચેરમેન બિપીન પટેલ હાજર રહેશે. તથા સામાન્ય સભામાં સભાસદો માટે જાહેરાત થાય તેવી શક્યતા છે.

દુષ્કર્મ કેસના દોષિત આસારામની મુશ્કેલી વધી

દુષ્કર્મ કેસના દોષિત આસારામની મુશ્કેલી વધી છે. જામીન પર રહેલા આસારામે જેલમાં જવું પડશે. જોધપુર જેલમાં આસારામે સરેન્ડર કરવું પડશે. વચગાળાના જામીન પર આસારામ બહાર છે. જેમાં રાજસ્થાન HCનો જામીન લંબાવવાનો ઈનકાર છે. આજે આસારામના વચગાળાના જામીન પૂર્ણ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×