Gujarati Top News : આજે 31 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 31 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : સુરતમાં જંકશન સુધી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોનનું આયોજન કરાયુ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં અમદાવાદની જનતાને અમિતભાઈ વિકાસકાર્યોની ભેટ આપશે તથા 'વોટ ચોરી' મામલે ગુજરાતમાં પણ કોંગ્રેસ મેદાને છે. જેમાં અમદાવાદમાં 'વોટ ચોરી' પર કોંગ્રેસની મોટી રેલી યોજાશે તેમજ રાજકોટ ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા પકડાયા છે. જેમાં રીબડા-ગુંદાસરા રોડ પર કારખાનામાં જુગારધામ ચાલતું હતુ તથા બનાસકાંઠામાં ભાદરવી પૂનમના મેળામાં સ્ટોલ માટે રજૂઆત કરાઇ છે. ત્રણ ગામના સરપંચે દાંતા પ્રાંતને કરી લેખિતમાં રજૂઆત કરી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સુરતમાં જંકશન સુધી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોનનું આયોજન કરાયુ
સુરતમાં જંકશન સુધી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોનનું આયોજન કરાયુ છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિત મંત્રીઓ હાજર રહેશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોનનું આયોજન કરાયુ છે. મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા,દક્ષેશ માવાણી હાજર રહેશે. જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ પણ સાયક્લોથોનમાં જોડાશે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુકત-ગુજરાત' અંતર્ગત સાયક્લોથોન યોજાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં અમદાવાદની જનતાને અમિતભાઈ વિકાસકાર્યોની ભેટ આપશે. લાલ દરવાજા સ્થિત સરદાર બાગનું અમિતભાઈ ઉદ્ઘાટન કરશે. તથા અમદાવાદ મનપાના વિવિધ વિકાસકાર્યોને પણ લીલીઝંડી આપશે. સવારે નગરદેવી ભદ્રકાળી માતાના પણ અમિતભાઈ દર્શન કરશે.
'વોટ ચોરી' મામલે ગુજરાતમાં પણ કોંગ્રેસ મેદાને
'વોટ ચોરી' મામલે ગુજરાતમાં પણ કોંગ્રેસ મેદાને છે. જેમાં અમદાવાદમાં 'વોટ ચોરી' પર કોંગ્રેસની મોટી રેલી યોજાશે. ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરી મામલે ઘટસ્ફોટ કરી શકે છે. તથા અમદાવાદમાં મતદાર યાદીને લઈન મોટા ખુલાસાની શક્યતા છે.
રાજકોટ ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા પકડાયા
રાજકોટ ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા પકડાયા છે. જેમાં રીબડા-ગુંદાસરા રોડ પર કારખાનામાં જુગારધામ ચાલતું હતુ. પ્રિમિયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં પોલીસે રેડ કરી હતી. જેમાં ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનીયારા સહિત 7 પકડાયા
છે. તેમાં 20 લાખની રોકડ સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં ભાદરવી પૂનમના મેળામાં સ્ટોલ માટે રજૂઆત કરાઇ
બનાસકાંઠામાં ભાદરવી પૂનમના મેળામાં સ્ટોલ માટે રજૂઆત કરાઇ છે. ત્રણ ગામના સરપંચે દાંતા પ્રાંતને કરી લેખિતમાં રજૂઆત કરી છે. અંબાજી આજુબાજુ વસવાટ કરતા લોકોને સ્ટોલ આપવા માગ છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોને જગ્યા આપવા રજૂઆત છે.


