Gujarati Top News : આજે 4 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 4 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત સહિત 4 રાજ્યમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશમાં ભાજપને નવા સુકાની મળી શકે છે તેમજ શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું તથા મહેસાણા અર્બન કો.ઓ. બેંકની ચૂંટણીનું પરિણામ આવશે. જેમાં કોના હાથમાં જશે બેંકનું સુકાન તેનો ફેંસલો થશે તથા મહેસાણા દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે. અશોક ચૌધરીની આગેવાનીમાં સાધારણ સભા મળશે તથા ગાંધીનગરમાં આંગણવાડી બહેનો વિરોધ પ્રદર્શન કરશે. જેમાં પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનો ઘેરાવ કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત સહિત 4 રાજ્યમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે
ગુજરાત સહિત 4 રાજ્યમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશમાં ભાજપને નવા સુકાની મળી શકે છે. તેમજ કર્ણાટક, ત્રિપુરામાં ભાજપના નવા અધ્યક્ષ જાહેર થઈ શકે છે.
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે. બિલીપત્ર, દૂધ અને ફળ લઈને ભક્તો આવી રહ્યા છે. જેમાં સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી LIVE આરતી શરૂ છે. ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન કરો. જેમાં ગુજરાત ફર્સ્ટ પર આરતીના LIVE દર્શન કરો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આરતી | Gujarat First #somnath #shravan2025 #shravanmaas #shravan #Mahadev #HarHarMahadevॐ #gujaratfirst pic.twitter.com/BjLRS1QvRn
— Gujarat First (@GujaratFirst) August 4, 2025
મહેસાણા અર્બન કો.ઓ. બેંકની ચૂંટણીનું પરિણામ આવશે
મહેસાણા અર્બન કો.ઓ. બેંકની ચૂંટણીનું પરિણામ આવશે. જેમાં કોના હાથમાં જશે બેંકનું સુકાન તેનો ફેંસલો થશે. બેંકના 8 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં 46 ટકા મતદાન થયુ છે.
મહેસાણા દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે
મહેસાણા દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે. અશોક ચૌધરીની આગેવાનીમાં સાધારણ સભા મળશે. અશોક ચૌધરી દૂધસાગર ડેરી અને અમૂલના ચેરમેન છે. અશોક ચૌધરી અમૂલના ચેરમેન બન્યા બાદ પહેલી સાધારણ સભા યોજાશે. દૂધસાગર ડેરીના પશુપાલોકોને મોટી ભેટ મળી શકે છે. તથા દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને ભાવ વધારાની જાહેરાત થઈ શકે છે.
ગાંધીનગરમાં આંગણવાડી બહેનો વિરોધ પ્રદર્શન કરશે
ગાંધીનગરમાં આંગણવાડી બહેનો વિરોધ પ્રદર્શન કરશે. જેમાં પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનો ઘેરાવ કરશે. તથા ગાંધીનગરમાં રેલી યોજીને મોટાપાયે વિરોધ પ્રદર્શન કરશે. આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ વિરોધ કરશે.


