Gujarati Top News : આજે 5 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 5 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો પ્રારંભ થશે. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે તથા ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. લાફાકાંડમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે તેમજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને EDનું તેડું છે. જેમાં રૂપિયા 17 હજાર કરોડના લોન કૌભાંડમાં સમન્સ આપ્યું તથા મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઇ છે. જેમાં ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીંકી દેવાયો તેમજ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઇ છે. જેમાં 10 હજાર કરતા વધુ લીડથી વિશ્વાસ પેનલનો વિજય થયો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો પ્રારંભ થશે
ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો પ્રારંભ થશે. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. લાફાકાંડમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે. તેમજ ભાજપ નેતા સંજય વસાવા સાથે ઝપાઝપી બાદ મામલો બિચક્યો હતો. લાફાકાંડ બાદ પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને EDનું તેડું
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને EDનું તેડું છે. જેમાં રૂપિયા 17 હજાર કરોડના લોન કૌભાંડમાં સમન્સ આપ્યું છે. દિલ્હીમાં અનિલ અંબાણીની પૂછપરછ થઈ શકે છે. અનિલ અંબાણી વિરૂદ્ધ EDએ સરક્યૂલર જાહેર કર્યું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલી આ ઘટના વર્ષ 2018 ની છે, પરંતુ આજે ફરી એકવાર તેને યાદ કરવામાં આવી રહી છે. ફરી એકવાર અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા હોવાથી આ યાદ આવી રહ્યું છે. 3000 કરોડ રૂપિયાના લોન કેસમાં ED એ અનિલ અંબાણીની ચિંતા વધારી દીધી છે.
મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઇ
મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઇ છે. જેમાં ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીંકી દેવાયો છે. તેમાં આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધો હતો. રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા હતી ત્યારે આ બનાવ બન્યો છે.
મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઇ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઇ છે. જેમાં 10 હજાર કરતા વધુ લીડથી વિશ્વાસ પેનલનો વિજય થયો છે. તેમાં વિજય બાદ વિશ્વાસ પેનલે વિજયી સરઘસ કાઢ્યું છે. જેમાં મહેસાણા અર્બન બેંક સુધી સરઘસ કાઢી શીશ ઝુકાવ્યું છે. જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડી.એમ. પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ડી.એમ. પટેલે જણાવ્યું છે કે 10,000થી વધુ મતોની અમને લીડ મળી છે. એક અઠવાડિયામાં બેન્કમાં 10 કરોડ ડિપોઝિટ મુકીશ. હવે ભવિષ્યમાં બેંકમાં કદી ખોટું નહીં થાય. તબક્કાવાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. બેંકમાં જેણે ખોટું કર્યું તેના પર કાર્યવાહી થશે. તથા રિકવરી માટે પણ અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશુ.
આ પણ વાંચો: Rashifal 5 August 2025: રાજયોગથી આ રાશિઓને મળશે શુભ લાભ, દિવસ લાભકારક રહેશે


