Gujarati Top News : આજે 6 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 6 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યના ચકચારી BZ પોન્ઝી સ્કીમના કૌભાંડીની જામીન અરજી પર સુનાવણી થશે તથા રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે તેમજ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક યોજાશે તથા રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી થઇ તેમજ અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજ્યના ચકચારી BZ પોન્ઝી સ્કીમના કૌભાંડીની જામીન અરજી પર સુનાવણી
રાજ્યના ચકચારી BZ પોન્ઝી સ્કીમના કૌભાંડીની જામીન અરજી પર સુનાવણી થશે. જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી થશે. CID ક્રાઈમની વિશેષ કોર્ટમાં હાથ સુનાવણી ધરાશે. નિયમિત જામીન અંગે આજે કોઈ નિર્ણય આવી શકે છે.
રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે
રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. દર બુધવારે હાઈકોર્ટમાં રેગ્યુલર સુનાવણી થાય છે. તથા શહેરની ટ્રાફિક પોલીસ અને AMC એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરશે. તથા AMC-પોલીસના રિપોર્ટના આધારે હાઈકોર્ટ સમીક્ષા કરશે. તથા સમીક્ષા કર્યા બાદ હાઈકોર્ટ જરૂરી હુકમ કરી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ખાતરની તંગી, વીજળી, સિંચાઈના પ્રશ્નો અંગે ચર્ચા થશે. તથા વિધાનસભાના ચોમાસુ સત્ર સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થશે. તથા કેબિનેટની બેઠકમાં ચોમાસાના સત્રની તારીખ નક્કી થશે. સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થશે. તથા સરકારના આગામી નિતિગત વિષયો અંગે પણ મંથન થશે.
રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી થઇ
રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી થઇ છે. જેમાં ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને તંત્રએ નોટિસ મોકલી છે. 25 લાખનું ટર્ન ઓવર IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા છે. રાજકોટ ગ્રામ્યમાં 82.590 લોકો સહિત 1.02.096 લોકોને પુરવઠા તંત્રની નોટિસ છે. તમામ લોકોએ 7 દિવસમાં જવાબ રજીકરવા માટે નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની
અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં બોપલના કબીર એન્કલેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયુ છે. શેરબજારના પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયાની આશંકા છે. યુવકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો: Rashifal 6 August 2025: ગજલક્ષ્મી યોગના કારણે આ રાશિના લોકો ધનવાન બનશે


