Gujarati Top News : આજે 7 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 7 ઓગસ્ટ 2025 ના દિવસે Gujarat ના સમાચાર - :
Gujarat : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે તથા Gujarat ના બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ મામલે ખેડૂતોમાં રોષ તેમજ અમરેલીમાં દિલીપ સંઘાણીનો વિરોધીઓને સણસણતો જવાબ તથા સુરતના ઉધનામાંથી ઝડપાયેલા સાઇબર ફ્રોડના રેકેટ મામલે આંતરાષ્ટ્રીય 1550 કરોડનું ફ્રોડ સામે આવ્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે
ગાંધીનગરમાં Gujarat CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાશે. DDO અને ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની બેઠક થશે. ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
Gujarat ના બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ મામલે ખેડૂતોમાં રોષ
Gujarat ના બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ મામલે ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોને જમીન સંપાદન કર્યા બાદ વળતર ઓછું મળ્યું છે. તથા જાહેરનામા બાદ જમીન બિનખેતી કરાવી હોવાના આક્ષેપ છે. 500થી વધુ ખેડૂતો જિલ્લા કલેકટરને રજૂઆત કરશે. તેમજ સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં રજૂઆત કરાશે.
Gujarat ના અમરેલીમાં દિલીપ સંઘાણીનો વિરોધીઓને સણસણતો જવાબ
અમરેલીમાં દિલીપ સંઘાણીનો વિરોધીઓને સણસણતો જવાબ સામે આવ્યો છે. જેમાં નેનોની બોટલ ફ્રી આપવાના વિરોધ કરનારાઓને આડેહાથ લીધા છે. જિલ્લામાંથી પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારમાં પહોંચ્યુ હતુ. ત્યારે દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્ર હિતમાં સંશોધનનો વિરોધ કેમ કરવો જોઈએ. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય. સરકારે દોઢ લાખ નેનો બોટલ ખરીદીને ફ્રીમાં આપી છે. કૃષિ કાર્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. બાવકુ ઉઘાડના સન્માન કાર્યક્રમમાં દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે.
સુરતના ઉધનામાંથી ઝડપાયેલા સાઇબર ફ્રોડના રેકેટ મામલે આંતરાષ્ટ્રીય 1550 કરોડનું ફ્રોડ સામે આવ્યું
Gujaratના સુરતના ઉધનામાંથી ઝડપાયેલા સાઇબર ફ્રોડના રેકેટ મામલે આંતરાષ્ટ્રીય 1550 કરોડના સાઇબર ફ્રોડ સામે આવ્યું છે. પોલીસે 164 બેંક એકાઉન્ટ સીઝ કરી 12 આરોપીઓને ઝડપ્યા છે. તેમાં ઝડપાયેલ આરોપીઓમાં 8 RBL બેંકના અધિકારીઓ શામેલ છે. ફ્રોડની રકમ ફ્રીઝ થયા બાદ પણ બેંક અધિકારીઓ આરોપીને મદદ કરતા હતા. અત્યાર સુધી 2.5 કરોડની રકમ સીઝ કરવામાં આવી છે. તથા તમામ આઠ બેંક અધિકારીઓ હાલ સસ્પેન્ડ છે. કેસમાં કિરાત જાદવાણીની બહેન વૃંદા જાદવાણીની પણ સંડોવણી છે. વૃંદાની બેંક અધિકારીઓની સાથે પણ ચેટ મળી આવી છે. જેમાં દુબઇ ભાગી ગયેલા દિવ્યેશ ચકરાણી સામે લૂક આઉટ નોટીસ જાહેર કરાઇ છે.


