Gujarat News : આજે 11 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 11 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગાંધીનગરમાં રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ યોજાશે. જેમાં મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો પ્રારંભ થશે. તેમજ CM ભૂપેન્દ્રભાઈ, Dy.CM હર્ષભાઈ હાજર રહેશે. તથા વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા હાજર રહેશે તથા બનાસકાંઠા જિલ્લાને વિકાસકાર્યોની ભેટ મળશે. CM ભુપેન્દ્રભાઈ પટેલ કરોડોની વિકાસભેટ આપશે. ભૂપેન્દ્રભાઈ પટેલ 22થી વધુ કામોનું લોકાર્પણ કરશે. જેમાં એરોમા સર્કલ બાયપાસ સહિતના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે તેમજ અમદાવાદ દૂરદર્શન પાસે કારનો અકસ્માત થયો છે. જેમાં સિગ્નલ બંધની હાલતમાં પાછળથી એક કારે ટક્કર મારી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગરમાં રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગરમાં રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ યોજાશે. જેમાં મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો પ્રારંભ થશે. તેમજ CM ભૂપેન્દ્રભાઈ, Dy.CM હર્ષભાઈ હાજર રહેશે. તથા વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા હાજર રહેશે.
બનાસકાંઠા જિલ્લાને વિકાસકાર્યોની ભેટ મળશે
બનાસકાંઠા જિલ્લાને વિકાસકાર્યોની ભેટ મળશે. CM ભુપેન્દ્રભાઈ પટેલ કરોડોની વિકાસભેટ આપશે. ભૂપેન્દ્રભાઈ પટેલ 22થી વધુ કામોનું લોકાર્પણ કરશે. જેમાં એરોમા સર્કલ બાયપાસ સહિતના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
અમદાવાદ દૂરદર્શન પાસે કારનો અકસ્માત થયો
અમદાવાદ દૂરદર્શન પાસે કારનો અકસ્માત થયો છે. જેમાં સિગ્નલ બંધની હાલતમાં પાછળથી એક કારે ટક્કર મારી હતી. તેમાં 2 લોકો ઘાયલ થતા સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તથા અકસ્માત સર્જનાર ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરી છે.
વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો
વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. આજવા રોડ પર આવેલ હરિ ટાઉનશિપ પાસેનો બનાવ છે. બુલેટ ચાલકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિકોએ ગાડી ચેક કરતા દારૂની બોટલો પણ મળી આવી છે. તથા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ચકચારી દુષ્કર્મની ઘટના બાદ આરોપીની વધુ એક કરતૂત સામે આવી
રાજકોટમાં ચકચારી દુષ્કર્મની ઘટના બાદ આરોપીની વધુ એક કરતૂત સામે આવી છે. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો છે. ભાગવાની લ્હાયમાં અંધારાનો લાભ લઈ હેડ કોન્સ્ટેબલ પર અટેક કર્યો છે. રિ-કન્સ્ટ્રક્શન સમયે જ હુમલો કરતા સ્વ-બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું છે. પોલીસે આરોપીના પગ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા ઈજાગ્રસ્ત થયો છે. આરોપીને પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિવિલ ખસેડાયો છે. આટકોટ પો. સ્ટેશનમાં પોલીસ પર હુમલાનો વધુ એક ગુનો દાખલ થયો છે. ઝનૂની આરોપીને સખત સજા મળે તેવી લોકોની માગ છે.


