Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 12 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 'ભારત કુલ'નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે તથા નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. જેમાં નવસારીમાં પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગ્યો તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા તથા હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 12 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 12 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 'ભારત કુલ'નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે તથા નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. જેમાં નવસારીમાં પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગ્યો તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા તથા હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન છે. શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓનું સમર્થન છે તેમજ સંઘપ્રદેશ દમણના તળાવમાં બાળકો ડૂબ્યા છે. જેમાં દમણના આટીયાવાડ વિસ્તારની ઘટના જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 'ભારત કુલ'નો પ્રારંભ થશે

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 'ભારત કુલ'નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે. તેમાં DyCM અને બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિત રહેશે. તથા ગુજરાત યુનિ.માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે.

Advertisement

નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. જેમાં નવસારીમાં પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગ્યો હતો. ચીખલીના રાનકુવા પાસેની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમજ પોલીસે બુટલેગરને પકડવા નાકાબંધી કરી હતી. બુટલેગર અન્ય વાહનોને ટક્કર મારી નાસી છુટ્યો હતો. બેફામ બુટલેગરે બે વાહનો સાથે પણ કાર અથડાવી હતી. જેમાં પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે લીધી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

12 ડિસેમ્બર, 2025એ ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકે 3 વર્ષ થયા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા છે. ત્રણ વર્ષોમાં લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કર્યું, તેમજ પ્રથમવાર ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજીને સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે સંરેખિત કર્યા. વર્ષ 2025ની એર ઇન્ડિયા દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ઝડપી સંકલન વડે સંકટ વ્યવસ્થાપનનો અનોખો દાખલો પૂરો પાડ્યો.

હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન

હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન છે. શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓનું સમર્થન છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. 11 ગામના મિલ્કતધારકો 95 દિવસ કરતા વધુ સમયથી વિરોધમાં છે. તેમજ આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહેશે.

સંઘપ્રદેશ દમણના તળાવમાં બાળકો ડૂબ્યા

સંઘપ્રદેશ દમણના તળાવમાં બાળકો ડૂબ્યા છે. જેમાં દમણના આટીયાવાડ વિસ્તારની ઘટના છે. હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં બાળકો ડૂબ્યા છે. જેમાં 7 બાળકો તળાવમાં ન્હાવા આવ્યા હોવાની ચર્ચા છે. ન્હાવા પડેલા બાળકો પૈકી 4 બાળકો ડૂબ્યાની આશંકા છે. 1 બાળકને સ્થાનિકોએ બચાવ્યો છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમસ્થળ પર છે. શોધખોળ દરમિયાન 1 બાળકનો મૃતદેહ બહાર કઢાયો હતો. તેમજ ડૂબેલા અન્ય બાળકોની શોધખોળ ચાલુ છે.

બે સિનિયર IAS અધિકારીઓ ગુજરાત પરત ફરશે

બે સિનિયર IAS અધિકારીઓ ગુજરાત પરત ફરશે. 2002 બેચના લોચન સહેરા ગુજરાત કેડરમાં પરત ફરશે. 2003 બેચના સંધ્યા ભૂલ્લર ગુજરાત કેડરમાં પરત ફરશે. લોચન સહેરા ઈન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હાલ પોસ્ટિંગ છે. સંધ્યા ભુલ્લર હાલ જોઈન્ટ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશનમાં પોસ્ટિંગ છે.

Tags :
Advertisement

.

×