Gujarat News : આજે 15 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 15 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટના ગોંડલ રાજકુમાર જાટના મોતના મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થશે તથા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટુંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે તેમજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હીમ વર્ષાનું એલર્ટ છે. જેમાં ગુજરાત, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં પણ અસર થશે. આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટના ગોંડલ રાજકુમાર જાટના મોતના મામલે મોટા સમાચાર
રાજકોટના ગોંડલ રાજકુમાર જાટના મોતના મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થશે. તેમજ રાજકુમારના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ સામે આક્ષેપો છે. તેમાં હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે SITની રચના કરવામા આવી હતી. તથા SIT અને નાર્કો બંનેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટુંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે. તેમાં કમુરતા શરૂ થાય તે પહેલા ભાજપ સંગઠનનું પ્રદેશ માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગુજરાત RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ દિલ્હીમા છે. ભાજપ સંગઠનને લઈને ગુજરાતના નેતાઓની દિલ્હી મુલાકાત થઇ રહી છે. જેમાં દિલ્હીથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપ સંગઠનની પ્રદેશ માળખાની નિયુક્તિઓ થશે. તેમાં 4 પ્રદેશ મહામંત્રી, 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદ્દેદારોની પ્રદેશ ટિમ જાહેર થશે. પ્રદેશ ભાજપના 7 મોરચાના પ્રદેશ પ્રમુખોના નામો પણ જાહેર થશે. પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જિલ્લા મહાનગરની ટિમ પણ જાહેર કરાશે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હીમ વર્ષાનું એલર્ટ
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હીમ વર્ષાનું એલર્ટ છે. જેમાં ઉત્તર ભારતમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહેશે. તથા બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ટ્રેન સેવાને અસર થશે. તથા ગુજરાત, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં પણ અસર થશે.
આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગત છે. ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે દમિયાન આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ પાછળ ફાઉન્ડેશન ડેનું ફૂડ કે અન્ય તેની તપાસ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો: Rashifal 15 December 2025: શુભ યોગ રચાતા આ રાશિઓને મળશે લાભદાયી પ્રગતિ


