Gujarat News : આજે 4 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 4 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : પટ્ટા ઉતારવાની રાજનીતિ વચ્ચે હર્ષભાઈ સંઘવી વડગામ જશે. જેમાં દારૂ, ડ્ર્ગ્સ અને સંસ્કારના વાકયુદ્ધ વચ્ચે DyCM બનાસકાંઠા જશે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પટ્ટા ઉતરી જશે નિવેદન ભારે ચર્ચામાં તથા અમદાવાદની ઉદગમના સંચાલકોની અણઆવડતથી લોકો પરેશાન છે. થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા તેમજ જૂનાગઢના ભેંસાણમાંથી ત્રણ યુવાનોના અપહરણનો મામલો સામે આવ્યો છે. ધંધુકા પાસેથી અપહરણકારોને ઝડપી પડાયાની માહિતી તેમજ મહેસાણા-ઊંઝા હાઇવે ઓવરબ્રિજ ઉપર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ઊંઝા ચોકડી ઉપર બનેલા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો તથા આંગણવાડી અને તેડાઘર કાર્યકર્તાને નિયુક્તિ પત્ર અપાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
પટ્ટા ઉતારવાની રાજનીતિ વચ્ચે હર્ષભાઈ સંઘવી વડગામ જશે
પટ્ટા ઉતારવાની રાજનીતિ વચ્ચે હર્ષભાઈ સંઘવી વડગામ જશે. જેમાં દારૂ, ડ્ર્ગ્સ અને સંસ્કારના વાકયુદ્ધ વચ્ચે DyCM બનાસકાંઠા જશે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પટ્ટા ઉતરી જશે નિવેદન ભારે ચર્ચામાં છે. જીગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં DyCM હર્ષભાઈ સંઘવી જશે. વડગામમાં લાયબ્રેરીનું ઉદ્ઘાટન DyCM હર્ષભાઈ સંઘવી કરશે. તથા પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ્સ સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. ડીસામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જાહેર સભા સંબોધશે. તેમજ વડગામમાં હર્ષભાઈ મોટું નિવેદન આપે તેવી પણ સંભાવના છે.
અમદાવાદની ઉદગમના સંચાલકોની અણઆવડતથી લોકો પરેશાન
અમદાવાદની ઉદગમના સંચાલકોની અણઆવડતથી લોકો પરેશાન છે. થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા થાય છે. જેમાં મુખ્ય રસ્તો હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તેમજ સ્કૂલ શરૂ થવા અને છૂટવા સમયે વાહનચાલકો અટવાય છે. તથા વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે વાલીઓ પણ પરેશાન છે.
જૂનાગઢના ભેંસાણમાંથી ત્રણ યુવાનોના અપહરણનો મામલો સામે આવ્યો
જૂનાગઢના ભેંસાણમાંથી ત્રણ યુવાનોના અપહરણનો મામલો સામે આવ્યો છે. ધંધુકા પાસેથી અપહરણકારોને ઝડપી પડાયાની માહિતી છે. તેમજ 9 જેટલા આરોપીઓને પોલીસે દબોચ્યા હોવાનુ અનુમાન છે. જેમાં અપહરણકારો વલસાડના હોવાની પ્રાથમિક માહિતી છે.
તેમજ કયા કારણોસર અપહરણ કરાયું તેનું કારણ અકબંધ છે.
મહેસાણા-ઊંઝા હાઇવે ઓવરબ્રિજ ઉપર હીટ એન્ડ રનનો બનાવ બન્યો
મહેસાણા-ઊંઝા હાઇવે ઓવરબ્રિજ ઉપર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ઊંઝા ચોકડી ઉપર બનેલા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો છે. ઇકોસ્પોર્ટ કારચાલકે એક્ટિવા સવાર યુવતીને ટક્કર મારી છે. કારની ટક્કરથી એક્ટિવાચાલક યુવતી રસ્તા પર પટકાઈ હતી. જેમાં 40 ફૂટથી વધુ ઉંચા ઓવરબ્રિજ પરથી યુવતી નીચે પટકાઈ હતી. બ્રિજ પરથી નીચે પટકાયેલી યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ છે.
આંગણવાડી અને તેડાઘર કાર્યકર્તાને નિયુક્તિ પત્ર અપાશે
આંગણવાડી અને તેડાઘર કાર્યકર્તાને નિયુક્તિ પત્ર અપાશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. આજે 9 હજાર બહેનોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે.


