Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 5 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે તથા ગીર સોમનાથના ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી થઇ છે. જેમાં લાઇબ્રેરી રોડ પરના બનાવમાં બે મજૂના મોત થયા તેમજ અમદાવાદ સુભાષબ્રિજને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં સુભાષબ્રિજ નીચે આવેલ લોઅર પ્રોમિનાડ બંધ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 5 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 5 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે તથા ગીર સોમનાથના ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી થઇ છે. જેમાં લાઇબ્રેરી રોડ પરના બનાવમાં બે મજૂના મોત થયા તેમજ અમદાવાદ સુભાષબ્રિજને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં સુભાષબ્રિજ નીચે આવેલ લોઅર પ્રોમિનાડ બંધ કરાયો તથા ગાંધીનગર દહેગામના બહીયલ ફરી માહોલ ગરમાયો છે. જેમાં બહીયલમાં યુવક પર હુમલો થયો છે. ગૌ વંશને બચાવવા જતા યુવક પર હુમલાનો આક્ષેપ તેમજ જામનગર જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત સતત નાદુરસ્ત જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તેમજ 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. જેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. તથા ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Advertisement

ગીર સોમનાથના ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી

ગીર સોમનાથના ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી થઇ છે. જેમાં લાઇબ્રેરી રોડ પરના બનાવમાં બે મજૂના મોત થયા છે. તેમાં બન્ને મૃતકો જાફરાબાદ તાલુકાના રેહવાસી છે. લાઇબ્રેરી રોડ પર દુકાનનું કામ ચાલી રહ્યું હતુ.

અમદાવાદ સુભાષબ્રિજને લઈ મોટા સમાચાર આવ્યા

અમદાવાદ સુભાષબ્રિજને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં સુભાષબ્રિજ નીચે આવેલ લોઅર પ્રોમિનાડ બંધ કરાયો. પૂર્વ અને પશ્ચિમ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરાયો. જેમાં પૂર્વ તરફ રિવરફ્રન્ટ પરનો રોડ પણ બંધ કરાયો છે. નારાયણ ઘાટથી ગાર્ડન ગેટ 1 સુધીનો રોડ વાહનવ્યવહાર માટે બંધ છે. આગામી સૂચન ન મળે ત્યાં સુધી આ બન્ને બંધ રહેશે.

ગાંધીનગર દહેગામના બહીયલ ફરી માહોલ ગરમાયો

ગાંધીનગર દહેગામના બહીયલ ફરી માહોલ ગરમાયો છે. જેમાં બહીયલમાં યુવક પર હુમલો થયો છે. ગૌ વંશને બચાવવા જતા યુવક પર હુમલાનો આક્ષેપ છે. કમાલબંધ વાસણા ગામેથી યુવક ગૌ વંશ બહીયલ વેચવા આવ્યો હતો. યુવકને ગૌ વંશ વેચતા રોકતા હુમલો થયાનો આક્ષેપ છે.

જામનગર જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત સતત નાદુરસ્ત

જામનગર જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત સતત નાદુરસ્ત છે. યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ જામસાહેબની તબિયત જાહેર કરી છે. આગામી પાંચ દિવસ સુધી જામસાહેબ કોઈ મુલાકાતીઓને મળી શકશે નહિ. જેમાં તબિયત સારી થશે તો જામસાહેબ સપ્તાહમાં ચાર દિવસ પ્રજાજનોને મળશે.

Tags :
Advertisement

.

×