Gujarati Top News : આજે 10 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 10 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી થઇ રહી છે તથા અમદાવાદ બીઆરટીએસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘતું તંત્ર જાગ્યું છે. જેમાં રાજકોટ કલેક્ટરે તમામ પુલોના ચેકિંગની સૂચના આપી તથા આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ સમારોહ યોજાશે તેમજ વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 13ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી થઇ રહી છે
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી થઇ રહી છે. જેમાં ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તેમાં ભક્તોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા છે. બાપા સીતારામના નાદ સાથે ભક્તોએ ગુરુ દર્શનનો લાભ લીધો છે. વહેલી સવારથી ભાવ, ભક્તિ સાથે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે. ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે. એક લાખ કરતા વધુ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમાં લાડું, ગાંઠિયા, દાળ-ભાત, શાક, રોટલીનો મહાપ્રસાદનો સદાવ્રત રખાયો છે.
અમદાવાદ બીઆરટીએસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી
અમદાવાદ બીઆરટીએસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં ગોમતીપુર બળિયા કાકા પાસે BRTS ડ્રાઈવરે કાબુ ઘુમાવતા ડીવાઈડર ઉપર બસ ચડાવી છે. સાથે જ રીક્ષા ચાલકને ટક્કર મારતા 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. શહેરમાં અવર નવાર બીઆરટીએસની બેદરકારી ચિંતાનો વિષય છે. ગોમતીપુર ટ્રાફિક પોલીસ H ડીવીજનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. જેમાં ઘટના સ્થળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘતું તંત્ર જાગ્યું
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘતું તંત્ર જાગ્યું છે. જેમાં રાજકોટ કલેક્ટરે તમામ પુલોના ચેકિંગની સૂચના આપી છે. માર્ગ મકાન વિભાગ, હાઈવે ઓથોરિટી સહિતના વિભાગોને સૂચના અપાઇ તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. પુલના ઈન્સ્પેક્શન, ગુણવત્તાની ચકાસણી કરી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ સમારોહ યોજાશે
આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ સમારોહ યોજાશે. નવા શૈક્ષણિક કાર્ય સાથે વિદ્યાર્થીઓને આવકાર અપાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. તથા ગૂજરાત વિદ્યાપીઠમાં 1 હજારથી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.
રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં મોટાપાયે ચેકિંગ હાથધરાયું
રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં મોટાપાયે ચેકિંગ હાથધરાયું છે. જેમાં નશાકારક દવાનો દુરૂપયોગ રોકવા મેગા સર્ચ કરાયું છે. તેમાં ગેરકાયદેસર દવાનું વેચાણ રોકવા માટે કવાયત છે. સુરતમાં 108 કોડીન સીરપ ગેરકાયદે પકડાઈ છે. જેમાં પાંચ આલ્પ્રામાઝોલ બોટલ જપ્ત કરવામાં આવી છે. તેમાં વલસાડમાં NDPSનો એક કેસ, કુલ 45 કેસ થયા છે.
વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો
વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 13ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.


