Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 11 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું વહીવટી તંત્ર જાગ્યું છે જેમાં બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
gujarati top news   આજે 11 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 11 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું વહીવટી તંત્ર જાગ્યું છે. જેમાં બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે તથા અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ શાળાએ FRCના આદેશને અવગણ્યો છે. જેમાં શાળાને વધારાની ફી પરત કરવા આદેશ આપ્યો હતો તથા પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે. કંડક્ટર કક્ષાના ઉમેદવારોને પણ નિમણૂક પત્ર એનાયત કરાશે તેમજ ગાંધીનગરના સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ થયો છે. મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર અપાશે તથા ભરૂચના બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂની બોટલના સ્ટીકરો ચોંટાડી વેચાણ કરતો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું વહીવટી તંત્ર જાગ્યું

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું વહીવટી તંત્ર જાગ્યું છે. જેમાં બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે. તેમાં છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને આદેશ કર્યો છે. જેમાં સાવચેતીના ભાગરૂપે મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ કરાઇ છે. તેમજ ટેક્નિકલ ટીમ દ્વારા વિઝિટ કર્યા બાદ નિર્ણય લેવાયો છે. જેમાં ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ છે.

Advertisement

અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ શાળાએ FRCના આદેશને અવગણ્યો

અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ શાળાએ FRCના આદેશને અવગણ્યો છે. જેમાં શાળાને વધારાની ફી પરત કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં આ વર્ષે પૂર્ણ ફી ઉઘરાવી હોવાની હકીકત સામે આવી છે. તેમાં FRCએ ગતવર્ષે 40 ટકા ઘટાડો કરવા નિર્દેશ કર્યો હતો. FRCની સૂચનાને અવગણી આ વર્ષે પણ 39 હજાર ફી વસુલી છે.

પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે

પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે. કંડક્ટર કક્ષાના ઉમેદવારોને પણ નિમણૂક પત્ર એનાયત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સમારોહ યોજાશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે. જેમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા હાજર રહેશે.

ગાંધીનગરના સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ થયો

ગાંધીનગરના સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ થયો છે. મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર અપાશે. બાળકના પરિવારજનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપશે. બાળકને ન્યાય અપાવવા તેમજ આર્થિક સહાય ચૂકવવાની માગ થઇ છે.

ભરૂચના બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો

ભરૂચના બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. મોંઘી બ્રાન્ડની દારૂની બોટલના સ્ટીકરો ચોંટાડી વેચાણ કરતો હતો. વિદેશી દારૂમાં પાણીની મિલાવટ કરી બોટલ તૈયાર કરતો. સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્ષની પાછળની લોબીમાં દારૂની બોટલ ભરતા હતા. રૂ.1.85 લાખના મુદ્દામાલ સાથે દિપક ઉર્ફે બોબી વિરાસની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સલમાન કૃપેશ કહાર તથા અનિશ રાણાને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ પણ વાંચો: Rashifal 11 July 2025 : આજે ચંદ્ર રચી રહ્યો છે નવમ પંચમ અને સમસપ્તક યોગ, જાણી લો આપની રાશિના જાતકો થશે કયા કયા લાભ

Tags :
Advertisement

.

×